ટીવી જગતનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે ઘર ઘરની પસંદ બની ગયો છે. આ શોના પાત્રો પણ દર્શકોનું મન મોહી લે છે, હાલમાં જ આ ધારાવાહીકે પોતાના 3000 એપિસોડ પણ પૂર્ણ કર્યા. ત્યારે આ ધારાવાહિકનું જ એક પાત્ર પોપટલાલ પણ દર્શકોની પહેલી પસંદ છે.

આ ધારાવાહિકની અંદર પોપટલાલ ખુબ જ કંજૂસ બતાવવામાં આવે છે. અને પૈસા માટે અધીરા પણ બતાવવામાં આવે છે ત્યારે પોપટલાલ પોતાના અસલ જીવનમાં કરોડોના માલિક છે અને મર્સીડીસ જેવી લકઝરી કાર પણ તેઓ રાખે છે.

તારક મહેતામાં પોપટલાલનો અભિનય કરતા અભિનેતા છે શ્યામ પાઠક. પોપટલાલ તારક મહેતામાં ભલે કુંવારા બતાવવામાં આવ્યો હોય, પરંતુ અસલ જીવનમાં તેના લગ્ન થઇ ગયા છે અને તેની પત્ની પણ ખુબ જ સુંદર છે. પોપટલાલને ત્રણ બાળકો પણ છે.

શ્યામ પાઠકનું શોને આગળ વધારવામાં અને દર્શકોને મનોરંજન કરાવવામાં આગવું સ્થાન છે. તેના માટે તેમને સારો એવો પગાર પણ આપવામાં આવે છે. તેમનો પગાર અંજલિ ભાભી કરતા પણ વધારે છે. અંજલિ ભાભીને આ શોમાં કામ કરવા માટે એક દિવસના 25 હજાર આપવામાં આવે છે ત્યારે પોપટલાલને એક દિવસના 28 હજાર રૂપિયા મળે છે. જો કે આ વાતનો ક્યારેય તેમને ઉલ્લેખ નથી કર્યો, પરંતુ મીડિયા રિપોર્ટમાં તેમના પગારની ચર્ચાઓ થતી જોવા મળે છે.

જો પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠકની સંપત્તિની વાત કરવામાં આવે તો તે કરોડોની સંપત્તિના માલિક છે. એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે તેમની પાસે 15 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે અને આ ઉપરાંત તેઓ મર્સીડીસ જેવી શાહી કારમાં પણ ફરે છે.
આજે આપણે પોપટલાલને શોની અંદર જે પાત્રમાં જોઈએ છીએ તે હકીકતમાં તેમનું પાત્ર નહોતું. શ્યામ પાઠકે જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “શરૂઆતમાં જયારે આ પાત્રની ઓળખ આપવામાં આવી ત્યારે આ પાત્ર દારૂડિયો અને પાન ખાઈને પિચકારી મારતો હતો. પરંતુ અમે એ વસ્તુઓ નથી બતાવવા માંગતા કારણ કે અમારા દર્શકોમાં મોટો વર્ગ બાળકોનો પણ છે. તો અમે તેના સ્વભાવ પ્રમાણે કેટલાક એવા ગુણ લીધા જે તેની ખૂબી બની ગઈ અને દર્શકોએ પોપટલાલને ખુબ જ પ્રેમ આપ્યો.”

શ્યામ પાઠકે જણાવ્યું કે તેમને લોકો ખુબ જ પ્રેમ આપે છે અને તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને પૂછે છે કે તમારી છત્રી ક્યાં છે. તેમને તો એમ પણ જણાવ્યું કે ઘરડા લોકો તો એમ પણ કહે છે કે તમારા લગ્ન ના થયા તો કોઈ વાંધો નહીં, છોકરી અમે શોધી આપીએ.”