જાણો ક્યાંથી આવે છે તારક મહેતાના જેઠાલાલના રંગબેરંગી કપડાં ? છેલ્લા 10 વર્ષથી તારક મહેતાના આઉટફિટ આ જગ્યાએથી આવે છે

છેલ્લા ઘણા સમયથી દર્શકોને ભરપૂર મનોરંજન કરાવનાર ધારાવાહિક તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા આજે દર્શકો વચ્ચે ખુબ જ પ્રખ્યાત છે. આ શોના પાત્રો જ નહીં પરંતુ તેમનો પહેરવેશ પણ દર્શકોનું ખાસ ધ્યાન ખેંચે છે અને તેમાં પણ શોના મુખ્ય પાત્ર જેઠાલાલ અતરંગી ડ્રેસ તો દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

ત્યારે ચાહકોને પણ જાણવાનું ચોક્કસ મન થાય કે આખરે તારક મહેતાના કપડાં આવે છે ક્યાંથી ? જેઠાલાલના આ અતરંગી ડ્રેસનું શોપિંગ ક્યાંથી કરવામાં આવતું હશે ? તો તમને જણાવી દઈએ કે છેલ્લા 10 વર્ષથી TMKOCનું શોપિંગ એક જ જગ્યાએથી કરવામાં આવે છે.

જેઠાલાલની ખાસ વાત તો એ છે કે તે જે કપડાં પહેરે છે તેને ફરી રિપીટ નથી કરતા. જેની પાસેથી જેઠાલાલ કપડાં લે છે તેના વિશે તેમને પોતે જ ખુલસો કર્યો હતો. એક વીડિયોની અંદર જેઠાલાલ જ્યાંથી કપડાં લે છે તે દુકાન વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં અભિનેત્રી ગરિમા એ દુકાનની સફર ચાહકોને કરાવી રહી છે.

આ વીડિયોની અંદર ગરિમા જણાવે છે કે NV2 નામની એક દુકાન મુંબઈના બોરીવલીમાં છે. અહિયાંથી જ જેઠાલાલની વોર્ડરોબ બનીને આવે છે. સાથે જ તે વીડિયોની અંદર એ આઉટફિટ પણ બતાવવામાં આવ્યો છે જે જેઠાલાલે ગણેશ ચતુર્થી ઉપર પહેર્યો હતો.

ગરિમા જણાવી રહી છે કે છેલ્લા 10 વર્ષથી જેઠાલાલના આઉટફિટ આજ જગ્યાએથી આવે છે. દુકાનના માલિક જીતેશ લાખાણીનો દાવો છે કે શોનો રેગ્યુલર એપિસોડ હોય કે પછી સ્પેશિયલ એપિસોડ હોય ક્યારેય પણ જેઠાલાલના કપડાં રિપીટ નથી કરવામાં આવતા.

આ શોને લગભગ 12 વર્ષ વીતી ગયા છે. અને હજુ પણ આ શોની લોકપ્રિયતા કાયમ છે. આ શોની અંદર જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી નિભાવી રહ્યા છે. શોની અંદર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ શોની શરૂઆતથી જ દિલીપ જોશી આ શો સાથે જોડાયેલા છે. વીડિયોમાં જુઓ જેઠાલાલના અતરંગી કપડાં અને દુકાનની વિગતવાર માહિતી.

Niraj Patel