મનોરંજન

તારક મહેતાની સોનુનો આ અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય, જાણો શો છોડવાનું તેનું સાચું કારણ

ટીવી જગતની સૌથી પ્રખ્યાત ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 12 વર્ષથી દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. આ શોની અંદર ઘણા પાત્રો છેલ્લા 12 વર્ષથી અભિનય કરી રહ્યા છે તો કેટલાક પાત્રો રિપ્લેસ પણ થઇ ચુક્યા છે. પરંતુ આ શોની અંદર જે જે પાત્રએ કામ કર્યું છે તેની આગવી ઓળખ બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

એવું જ એક પાત્ર છે સોનુનું. જેને એક સમયે અભિનેત્રી નિધિ ભાનુશાલીએ નિભાવ્યું હતું. સોનુ આ ધારાવાહિકમાં આત્મારામ ભીડેની દીકરી બતાવવામાં આવે છે. નિધિ પહેલા સોનુનું આ પાત્ર અભિનેત્રી ઝીલ મહેતાએ નિભાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

પરંતુ ઝીલ મહેતાએ 4 વર્ષ પછી આ શો છોડી દીધો હતો. ત્યારબાદ આ શોની અંદર નિધિ ભાનુશાલીની એન્ટ્રી થઇ. નિધિએ ખુબ જ ઓછા સમયમાં દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવ્યો હતો અને પોતાની એક અલગ ઓળખાણ બનાવી દીધી હતી. નિધિએ તારક મહેતાની અંદર 6 વર્ષ સુધી સોનુ ઉર્ફે સોનાલિકા ભીડેનું પાત્ર નિભાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નિધિએ ટીવીમાં પોતાનું ડેબ્યુ જ તારક મહેતા શો દ્વારા કર્યું હતું. વર્ષ 2019માં નિધિ ભાનુશાલીએ આ શો છોડી દીધો અને સોનુના પાત્રને પલક સિંધવાણીએ રિપ્લેસ કર્યું. પરંતુ નિધિએ આટલા વર્ષોમાં દર્શકોના દિલમાં એક આગવી જગ્યા બનાવી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નિધિએ આ શો એટલા માટે છોડી દીધો હતો કે તે પોતાના હાયર સેકન્ડરીના આભ્યાસમાં ધ્યાન આપવા માંગતી હતી. એક રિપોર્ટ પ્રમાણે નિધિ હાલમાં મુંબઈની એક કોલેજમાં બીએ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

પોતાના અસલ જીવનમાં પણ નિધિ ખુબ જ સ્ટાઈલિશ અને સુંદર છે. નિધિ સશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર તે એકથી એક ચડિયાતી તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. તેના ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નિધિ ગાવાની પણ ખુબ જ શોખીન છે. તેના એક વિડીયોમાં જ તમે જોઈ શકો છો કે તેનો દેખાવજ આ અંગ્રેજી ગીતને કમ્પ્લીટ કરી રહ્યો છે. નિધિને ગાવા ઉપરાંત પેઈટીંગનો પણ ખુબ જ શોખ છે. સોશિયલ મીડિયા ઉપર તે પોતાની પેઇન્ટીંગની તસવીરો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)