મનોરંજન

“તારક મહેતા”માં થશે નવી એન્ટ્રી ? અસિત મોદી લગાવશે શોમાં ગ્લેમરનો તડકો- જુઓ નવી એક્ટ્રેસની તસવીરો

ખુશખબરી: શોમાં આ નવી ગ્લેમરસ અભિનેત્રીને જોઈ લોકો દયાબેનને ભૂલી જશે, જુઓ બ્યુટીફૂલ તસવીરો

છેલ્લા 12-13 વર્ષોથી ટીવી ઉપર એકધાર્યું મનોરંજન આપી રહેલા સૌથી ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પસંદ બની ગયો છે,

આ ધારાવાહિકના પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શોની અંદરથી ઘણા પાત્રોએ વિદાય લઇ લીધી છે તો નવા પાત્રો પણ દિલ જીતવામાં સફળ રહ્યા છે. સબ ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 12-13 વર્ષથી દર્શકોનું સતત મનોરંજન કરતો રહ્યો છે.

આ શોમાં છેલ્લા કેટલાક સમયમાં બદલાવ આવ્યા છે. લોકડાઉન બાદ ફરીથી શરૂ થયેલ શોમાં કેટલાક સ્ટાર્સ નવા જોડાયા છે. શોમાં સોઢી બાદ અંજલી ભાભીનું પાત્ર નિભાવનાર નેેહા મહેતા આ શોને અલવિદા કહી ચૂકી છે અને તે બાદ હવે સુનૈના ફોજદાર આ શોમાં અંજલી ભાભીનું પાત્ર નિભાવી રહી છે.

એકબાજુ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોમાં દયાબેન એન્ટ્રીમાં નવા અપડેટને લઇને રાહ જોઇ રહ્યા છે, ત્યાં જ બીજીબાજુ શો હાલ કાળાબજારીની આસપાસ ચાલી રહ્યો છે.

હવે એવી ખબર છે કે, આ વચ્ચે અસિત મોદી શોમાં એક નવી એન્ટ્રી વિશે વિચારી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, શોના પ્રોડ્યુસર અસિત મોદી શોમાં મસાલા કંટેટ વધારવા માટે એક નવી અભિનેત્રીને શો પર લાવવાની છે.

એવામાં શોમાં નવા ચહેરાની ધમાકેદાર એન્ટ્રી થશે જે લોકોને દયાબેનની જેમ ખૂબ એંટરટેનમેંટ આપશે. ખબરો અનુસાર આ નવી અભિનેત્રીની એન્ટ્રી શોમાં થતા એક રોમાંચક ટ્વિસ્ટ પણ આવવાનો છે.

આ રીતે જો જોવામાં આવે તો આ નવા પાત્રની એન્ટ્રી ખરેખર દર્શકોને નવુ મસાલેદાર મનોરંજન આપવાની છે. ટેલી ચક્કરના રીપોર્ટ અનુસાર, પરમાવતાર શ્રીકૃષ્ણ અભિનેત્રી સોની પટેલ શોમાં એન્ટ્રી મારવા જઇ રહી છે.

જો કે, હાલ તો તેમની એન્ટ્રી પર અભિનેત્રી સોની પટેલે કોઇ રિએક્શન આપ્યુ નથી. પરંતુ સોનીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામથી એક પોસ્ટ કરી છે. સોનીની પોસ્ટમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી નજરે પડી રહ્યા છે. દિલીપ જોશી સાથે સોનીએ એક તસવીર શેર કરી છે.

આ તસવીરમાં જેઠાલાલની સાથે સાથે પોપટલાલ પણ નજરે પડી રહ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે, શોમાં દયાબેનની ડિમાંડ છે, સોની પટેલની એન્ટ્રીથી ઘણી હદ સુધી શો મેકર્સ દિશા વાકાણીની કમી પૂરી કરશે. જો કે, સોશિયલ મીજિયા પર દયાબેનના ચાહકો તો એક જ સવાલ કરી રહ્યા છે કે, શોમાં તેમની રીએન્ટ્રી કયારે થશે ?