મનોરંજન

મહામારીના સમયમાં તારક મહેતાના આ ખ્યાતનામ અભિનેતા થઇ ગયા બેકાર, કહ્યું, “છેલ્લા એક મહિનાથી ઘરે બેઠો છું.”

કોરોના વાયરસની આ બીજી લહેર ફરી દેશભરમાં હાહાકાર મચાવી રહી છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ આ મહામારીની ચપેટમાં આવી રહ્યા છે. ઘણા લોકોના નોકરી ધંધા રોજગાર બંધ પડ્યા છે. ત્યારે ઘણા ટીવી કલાકારોનું પણ આવી જ કંઈક છે. તારક મહેતાના એક ખ્યાતનામ અભિનેતાની હાલત પણ એવી જ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકોને હસાવનાર નટુકાકા એટલે કે અભિનેતા ઘનશ્યામ નાયકની પણ હાલમાં એવી જ હાલત છે. તેમને તો એમ પણ જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી તે ઘરે જ બેસી રહ્યા છે. મહારાષ્ટ્રની અંદર કોરોનના સૌથી વધારે મામલા સામે આવી રહ્યા છે. એવામાં માયાનગરી મુંબઈની અંદર પણ શૂટિંગ બંધ કરી દેવામાં આવી છે. શૂટિંગ બંધ થવાના કારણે ઘણા નાના અભિનેતાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે તે આર્થિક તંગીમાં પણ ફસાઈ ગયા છે. આવું જ કઈક તારક મહેતાના નટુકાકા સાથે પણ બની રહ્યું છે.

ઘનશ્યામ નાયકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું કે તે છેલ્લા એક મહિનાથી ઘરે જ છે. તેમને એ પણ નથી ખબર કે તેમને હવે શૂટિંગ માટે ક્યારે બોલાવવામાં આવશે. તેમને એમ પણ કહ્યું કે કોરોના મહામારીના કારણે શૂટિંગ હાલમાં સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.

નટુકાકાએ આગળ જણાવ્યું કે, “મેં આ શો માટે છેલ્લે માર્ચમાં એક એપિસોડ શૂટ કર્યો હતો. ત્યારબાદથી હું ઘરે જ છું. મેકર્સે શૂટિંગની જગ્યા બચવા માટે પણ કોઈ વિચાર નથી કર્યું. તેમને એમ પણ કહ્યું કે વધારે ઉંમર હોવાના કારણે તેમના ઘરવાળાને તેમની ચિંતા થાય છે. જેના કારણે તેમને ઘરેથી જણાવની મનાઈ કરી છે. પરંતુ તે સેટ ઉપર આવવા માંગે છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ તારક મહેતામાંથી ખબર આવી હતી કે તારક મહેતાની ટીમમાંથી કેટલાક લોકો કોરોના સંક્રમિત થાય છે. જેમાં ગોલીનો અભિનય કરી રહેલ કુશ શાહ પણ સંક્રમણનો શિકાર બન્યો હતો.