છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો નટુકાકાએ, પહેલા પરિસ્થિતિઓ સામે પછી કેન્સર સામે, ભાવુક કરી દેશે કહાની

તારક મહેતાના ચાહકો માટે ગઈકાલની સાંજે ભાવુક કરી દેનારી હતી, આ શોનું એક ખ્યાતનામ પાત્ર આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યું ગયું, જેના કારણે શોના કલાકારોથી લઈએં ચાહકોમાં પણ ઊંડો શોક છે, ગઈકાલે તારક મહેતાના દિગ્ગજ અભિનેતા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું.

નટુકાકાનું જીવન ખુબ જ સંઘર્ષમય રહ્યું. તેમને જીવનના છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો. પહેલા તેમને પરિસ્થિતિઓ સામે બંધ ભીડી તો જીવનના છેલ્લા સમયમાં કેન્સર સામે બાથ ભીડવી પડી અને આ સંઘર્ષમાં જ તેમને જીવનના છેલ્લા શ્વાસ પણ લીધા. કેન્સરે આખરે નટુકાકાનો જીવ લઇ લીધો. ઘનશ્યામ નાયકની કહાની પણ ખુબ જ સંઘર્ષપૂર્ણ અને ભાવુક કરી દેનારી છે.

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે શરૂઆતમાં ખુબ જ ગરીબીમાં જીવન વિતાવ્યું છે. આજથી દસ વર્ષ પહેલા એક સમય એવો પણ હતો જયારે તેમની પાસે ઘરનું ભાડું અને બાળકોની ફી ભરવા માટેના પણ પૈસા નહોતા. તેમણે આસપાસના લોકો પાસેથી ઉધાર પૈસા લઈને ભાડું ચૂકવ્યું હતું. એ સમયે તેમને પરિસ્થિતિ સામે ખુબ જ સંઘર્ષ કર્યો હતો.

નટુકાકાએ જ આ બાબતે એક સમયે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “મારે અભિનેતા બનવું હતું. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં વધારે પૈસા નહોતા મળતાં. ઘણીવાર એવું પણ થયું કે મેં પાડોશીઓ પાસેથી ઉછીના પૈસા લઈને ઘરનું ભાડું અને બાળકોની ફી ભરી છે.” નટુકાકાએ આવી પરિસ્થિતિ છતાં પણ ક્યારેય હાર ના માની.

પોતાના સંઘર્ષ વિશે તેમને જણાવ્યું હતું કે, “એક સમય એવો હતો જ્યારે તે 24-24 કલાક કામ કરતાં હતાં અને તેમને માત્ર 3 રૂપિયા જ મળતાં હતાં. પૈસા માટે તેઓ રસ્તા પર પણ પર્ફોમ કર્યું છે. આજથી 10-15 વર્ષ પહેલાં તેમની પાસે આટલા પૈસા નહોતાં. તે સમયે તેમને એક્ટિંગના પૂરા પૈસા પણ મળતાં નહોતાં.”

નટુકાકાએ તેમના સમગ્ર જીવન દરમિયાન પૈસા માટે ઘણો જ સંઘર્ષ કર્યો હતો.  પરંતુ તારક મહેતામાં તેમને નામનાની સાથે સાથે સારી આવક પણ મળવા લાગી જેના કારણે આજે તે મુંબઈમાં બે ફેલ્ટના માલિક છે. તેમના ત્રણ બાળકો છે. બે દીકરીઓ અને એક દીકરો.

નટુકાકા છેલ્લા 55 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને ખરી ઓળખ તારક મહેતામાં નટુકાકાના પાત્ર દ્વારા મળી છે. ઘનશ્યામ નાયકે 350થી પણ વધારે ધારાવાહિકોમાં કામ કર્યું છે.

77 વર્ષીય ઘનશ્યાન નાયક થિયેટર બેક ગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા તથા દાદા પણ થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક નહોતા ઈચ્છતા કે તેમના સંતાનો આ ફિલ્ડમાં આગળ જાય. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમને ત્રણ સંતાનો છે અને કોઈને પણ એક્ટિંગ ફિલ્ડમાં રસ નથી. તેઓ નથી ઈચ્છતા કે તેમના સંતાનો તેમની જેમ આખી જીંદગી સંઘર્ષ કરે.

Niraj Patel