મનોરંજન

ક્યારેક બાળકોની ફી ભરવા માટે પાડોશીઓ પાસે માંગવા પડતા હતા પૈસા, આજે આવી લાઈફ જીવે છે તારક મહેતાના નટુકાકા

સ્પેશિયલ સ્ટોરી: દિવસ રાત કામ કરીને ફક્ત 3 રૂપિયા કમાઈ શકતા હતા તારક મહેતાના નટુકાકા, મજબૂરીમાં ઉધાર લઈને વિતાવ્યું જીવન

“તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ” શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે અને એટલે જ ટીવી જગતનો સૌથી સફળ અને પ્રખ્યાત શો પણ બની ગયો છે. આ શોની અંદરના પાત્રો લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા છે. અને દરેક પાત્ર દર્શકોને ખુબ જ પસંદ પણ આવે છે.

Image Source

એવું જ એક પાત્ર છે નટુકાકાનું. નટુકાકાનું આ પાત્ર નિભાવી રહ્યા છે અભિનેતા ઘનશ્યામ નાયક. હાલમાં જ તેમની ગળાની સર્જરી કરાવવામાં આવી છે. અને તેઓ અત્યારે પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. જલ્દી જ તે આ શોમાં પરત ફરશે.

Image Source

2008થી શરૂ થયેલી આ ધારાવાહિક લાંબા સમય સુધી ચાલનારી ધારાવાહિક છે. આ શોમાં નટુકાકાના જીવન વિશે જોડાયેલી કેટલીક વાતો પણ સામે આવી છે. ચાલો જોઈએ નટુકાકાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો.

Image Source

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે શરૂઆતમાં ખુબ જ ગરીબીમાં જીવન વિતાવ્યું છે. એક સમય એવો પણ હતો જયારે તેમની પાસે ઘરનું ભાડું અને બાળકોની ફી ભરવા માટેના પણ પૈસા નહોતા.

Image Source

નટુકાકા છેલ્લા 55 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને ખરી ઓળખ તારક મહેતામાં નટુકાકાના પાત્ર દ્વારા મળી છે.

Image Source

ઘનશ્યામ નાયકે 350થી પણ વધારે ધારાવાહિકોમાં કામ કર્યું છે. તેમને જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક સમય એવો પણ હતો જયારે મને 24 કલાક કામ કરવા માટે માત્ર 3 રૂપિયા જ મળતા હતા. એ સમયે ઇન્ડસ્ટ્રીમાં વધારે પૈસા નહોતા મળતા.

Image Source

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા નટુકાકા કહે છે કે: “મારે અભિનેતા બનવું હતું. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં વધારે પૈસા નહોતા મળતાં. ઘણીવાર એવું પણ થયું કે મેં પાડોશીઓ પાસેથી ઉછીના પૈસા લઈને ઘરનું ભાડું અને બાળકોની ફી ભરી છે.”

Image Source

તારક મહેતામાં તેમને નામનાની સાથે સાથે સારી આવક પણ મળવા લાગી જેના કારણે આજે તે મુંબઈમાં બે ફેલ્ટના માલિક છે. તેમના ત્રણ બાળકો છે. બે દીકરીઓ અને એક દીકરો.

Image Source

76 વર્ષના ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી છે. તેમને અત્યાર સુધીમાં 31 ફિલ્મોમાં પણ કામ કર્યું છે.