ફિલ્મી દુનિયા

હોસ્પિટલમાં દાખલ નટુકાકાની થઇ ગળાની સર્જરી, નીકળી આટલી બધી ગાંઠો, જાણો તેમની તબિયત

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 12 વર્ષથી દર્શકોની પહેલી પસંદ બની ગયો છે તો આ ધારાવાહિકના પાત્રો પણ દર્શકોને ખુબ જ ગમે છે. લોકડાઉન બાદ આ ધારાવાહિકનું શૂટિંગ પણ ફરી શરૂ થઇ ગયું છે. બધા જ પાત્રો સેટ ઉપર પણ પહોંચી ગયા છે છતાં પણ એક પાત્ર હજુ આ શોમાં પાછું જોડાઈ શક્યું નથી. એ છે નટુકાકાનું પાત્ર.

Image Source

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાય સમયથી અસ્વસ્થ છે. જેના કારણે તેમને 2 દિવસ પહેલા જ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. હવે તેમની બીમારીની ઓળખ પણ થઇ ગઈ છે.

Image Source

મળતી માહિતી પ્રમાણે ઘનશ્યામ નાયકને મલાડમાં આવેલા સૂચક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમના ગળામાં ગાંઠ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઘનશ્યામ નાયક ખુબ જ અસહજ અનુભવી રહ્યા હતા. 7 ઓગસ્ટના રોજ ઘનશ્યામ નાયકની સર્જરી સિનિયર ડોક્ટરોની દેખરેખમાં થઇ છે. તેમની સર્જરી 3-4 કલાક ચાલી. જો કે હજુ નટુકાકાને 7 દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવશે.

Image Source

અભિનેતાના ગળાના ભાગની સર્જરી ત્રણ-ચાર સુધી કલાક ચાલી હતી. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. આ બાબતે આપણા ફેવરિટ નટુકાકાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેમની તબિયત હવે સારી છે. તેમણે કહ્યું કે, ‘હવે હું પહેલાં કરતાં સારુ અનુભવું છું, મને મલાડની સૂચક હોસ્પિટલમાં એડમિટ થયા હતા. સોમવારે જ મારી સર્જરી થઇ છે. આજે મે પહેલી વખત ભોજન લીધુ છે. સર્જરી બાદનાં ત્રણ દિવસ મારા માટે ઘણાં મુશ્કેલ રહ્યાં હતાં. પણ હવે બધુ સારુ છે. હવે હું આગળનું જીવન જોવું છું.’

નટુકાકા આ ધારાવાહિકનું એક રસપ્રદ પાત્ર છે. દર્શકો તેમના અભિનયને ખુબ જ પસંદ કરે છે. નટુકાકાનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકાર જયારે 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને શૂટિંગની પરવાનગી આપશે તો તે દર્શકોનું મનોરંજન કરવા માટે જરૂર પાછા જશે. ઘનશ્યામ નાયક આ શોની અંદર 10 વર્ષથી પણ વધારે સમયથી કામ કરે છે. તેમની મદદ માટે પ્રોડક્શન હાઉસ પણ સામે આવ્યું છે. તે જલ્દી જ સાજા થઇ અને શોમાં પરત ફરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.