ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેટલો પ્રખ્યાત છે તેટલા જ આ શોના કલાકારો પણ પ્રખ્યાત છે. એવું જ એક પાત્ર છે ગોકુલ ધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડેની પત્ની માધવી ભાભીનું.

માધવી ભાભી આ શોની અંદર ખુબ જ સાદાઈ ભરેલા બતાવવામાં આવ્યા છે અને પાપડ અથાણાંનો વ્યવસાય પણ કરે છે. પરંતુ અસલ જીવનમાં તે ખુબ જ બોલ્ડ અને સ્ટાઈલિશ છે.
આ શોની અંદર માધવી ભાભીનું પાત્ર ભજવી રહી છે અભિનેત્રી સોનાલી જોશી. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની ગેલ્મરસ તસવીરો પણ શેર કરતા રહે છે.

સોનાલિકા જોશી તારક મહેતા શો સાથે છેલ્લા 12 વર્ષથી જોડાયેલી છે અને તેના અભિનયને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.
મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલિકાનો જન્મ 5 જૂન 1976ના રોજ થયો હતો. સોનાલિકાએ પોતાના કોલેજનો અભ્યાસ યુનિવર્સીટી ઓફ મુંબઈથી કર્યો છે.સોનાલિકાએ પોતાના કેરિયરની શરૂઆત મરાઠી થિયેટર દ્વારા કરી હતી. તારક મહેતા શોની અંદર માધવી ભાભીનો કિરદાર નિભાવતા પહેલા તે વારસ સરેચ સરસ અને જુલુક જેવી મરાઠી ધારાવાહિકોમાં નજર આવી ચુકી છે.

સોનાલિકાએ 5 એપ્રિલ 2004માં સમીર જોશી સાથે લગ્ન કર્યા હતા. તેમની એક દીકરી પણ છે જેનું નામ છે આર્યા જોશી. ધારાવાહિકની અંદર અલગ અલગ સાડીમાં જોવા મળનારી અને પોતાના બોલવાના અંદાજના કારણે દર્શકોનું દિલ જીતનારી માધવી ભાભી ધારાવાહિકના એક એપિસોડ માટે 25 હજાર રૂપિયા ચાર્જ વસુલે છે.

સોનાલિકા જોશી પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની ઘણી જ તસવીરો શેર કરે છે. થોડા સમય પહેલા જ તેને એક ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.