“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં જોવા મળેલી પત્રકાર પોપટલાલની સુંદર સાથી કોણ છે ? તેની તસવીરો જોઈને આંખો પહોળી થઇ જશે

તારક મહેતામાં પોપટલાલની દીકરી ચિંતામણી રિયલ લાઈફમાં છે ખુબ જ બોલ્ડ, જુઓ શાનદાર તસવીરો

ટીવી ઉપર છેલ્લા 12-13 વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પડી રહેલો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ છે, આ શોમાં કામ કરી રહેલા પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. એ જેઠાલાલ હોય, ટપુ હોય, આતમરામ ભીડે હોય કે પછી પોપટલાલ. બધા જ પાત્રોને દર્શકોનો ખુબ જ પ્રેમ મળે છે.

આ શોમાં કામ કરી રહેલું એક પાત્ર પોપટલાલ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોની અંદર પોપટલાલ હજુ કુંવારા છે. દર્શકો પણ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પત્રકાર પોપટલાલના લગ્ન પણ જાણે એક કોયડો બની ગયો છે.

હાલ તારક મહેતામાં દવાઓની કાળાબજારીના પર્દાફાશ માટેનું અભિયાન ચાલી રહ્યું છે. આ મિશનનું નામ છે “કાલા કૌઆ”. આ મિશનમાં દવાની કાળાબજારીઓનો પર્દાફાશ કરવા માટે પોપોટલાલ વેશ પલટો કરીને આવ્યા છે અને જેમાં તેમની દીકરી તરીકે ચિંતામણી નામની એક યુવતી પણ છે.

શોની અંદર પોપટલાલનો સાથ આપી રહેલી તેમની સાથી કર્મચારી ભારતી આ મિશનમાં તેમની દીકરી ચિંતામણી બતાવવામાં આવી છે. ત્યારે દર્શકો પણ એ જાણવા માટે ઉત્સાહિત છે કે આખરે આ સુંદર દેખાતી શોની ચિંતામણી છે કોણ ? તો તમને જણાવી દઈએ કે શોની ભારતી ઉર્ફે ચિંતામણીનું અસલ નામ છે કાજલ આહુજા.

કાજલે ઘણી ટીવી ધારાવાહિક અને જાહેરાતોમાં કામ કર્યું છે. કાજલ સબ ટીવીની ધારાવાહિક “તેનાલી રામ”માં દેવી માની ભૂમિકામાં નજર આવી ચુકી છે. આ ઉપરાંત અભિનેતા વિજય રાજ સાથે પણ એક જાહેરાતમાં જોવા મળી છે.

કાજલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 28 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે. કાજલ પોતાની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

તારક મહેતા શોની અંદર કાજલને બ્રેક મળવો તેના માટે ખુબ જ મોટી વાત છે. આ ધારાવાહિકમાં તે અત્યાર સુધી તેના અભિનય દ્વારા દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે. કાજલ યુટ્યુબ ઉપર પણ એક ચેનલ ચલાવે છે, જેમાં તે પોતાના વીડિયો અપલોડ કરે છે.

Niraj Patel