આ વ્યક્તિ ઉપર મહેરબાન થયા તારક મહેતાના જેઠાલાલ, એક જ ઝટકામાં વધી ગયા ધડાધડ ફોલોઅર્સ, જાણો કારણ

ટીવી જગતના સૌથી લોકપ્રિય શોમાંથી એક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે, આ સાથે જ આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. વળી આ શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ તો આજે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રચલિત બની ગયા છે.

જેઠાલાલનું ફેન ફોલોઇંગ ખુબ જ વિશાળ છે. તેમના પાત્રને અભિનેતા દિલીપ જોશી નિભાવી રહ્યા છે. જેઠાલાલ દુનિયાભરમાં એટલા બધા પ્રસિદ્ધ બની ગયા છે તેમને એક ઇન્ટરનેશનલ જર્નાલિસ્ટનું સપોર્ટ કરવું ખુબ જ ફાયદાકારક રહ્યું છે. જેના બાદ જર્નાલિસ્ટને એટલી બધી ખુશી થઇ કે તેને આ વાત ટ્વીટ કરીને તેના દરેક ફોલોઅર્સને પણ જણાવી. આ જર્નાલિસ્ટ ટ્વીટ કરીને જણાવ્યું કે  કેવી રીતે તાના ફોલોઅર્સની સંખ્યા અચાનક જ ધડાધડ વધી ગઈ.


સ્પેનિશ જર્નાલિસ્ટ ડેવિડ લાડાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “જેઠાલાલને એક મેનશન આપવાની વાર હતી. એક ઝટકામાં મારા 200થી વધારે ફોલોઅર્સ વધી ગયા છે.” ડેવિડે હસતું ઈમોજી શેર કરીને પોતાની પ્રતિક્રિયા જણાવી છે. તમને જણાવી દઈએ કે આ જર્નાલિસ્ટ દ્વારા દિલીપ જોશીની એક તસવીર તેના એકાઉન્ટ ઉપર શેર કરી હતી, જેના બાદ આ કમાલ થયો છે.


તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પોપ્યુલારિટી આટલા સમય બાદ પણ પ્રભાવિત નથી થઇ. લાંબા સમયથી આ શો ટીઆરપીમાં ટોપ ઉપર છે. “અનુપમા” અને “ઇમલી” જેવા શો આવ્યા બાદ પણ આ શો ટોપ-5માં પોતાની જગ્યા ધરાવે છે. સુપરસ્ટાર્સના રિયાલિટી શો પણ આ શોને પ્રભાવિત નથી કરી શક્યા.

Niraj Patel