અમદાવાદમાં શરૂ થયેલા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં તારક મહેતાના જેઠાલાલે આપી હાજરી, કહી એવી વાત કે ચાહકોના દિલ જીત્યા, જુઓ વીડિયો

તારક મહેતામાં જેઠાલાલનું પાત્ર મળવા માટે જેઠાલાલે પ્રમુખસ્વામી મહારાજની પ્રસાદી ગણાવી.. જુઓ વીડિયોમાં શું કહ્યું ?

અમદાવાદના આંગણે એક ખુબ જ રળિયામણો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અમદાવાદની હદમાં આવેલા ઓગણજ ગામની અંદર 600 એકર જમીનમાં ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ મહોત્સવનો શુભારંભ થયો હતો.

ત્યારે આ મહોત્સવમાં ભાગ લેવા માટે રાજકીય નેતાઓ અને અભિનેતાઓનો જમાવડો સતત 1 મહિના સુધી ચાલવાનો છે. ત્યારે આ દરમિયાન ઉદઘાટન પ્રસંગે જ સ્વામીનારાયણ ભગવાનમાં અપાર શ્રદ્ધા રાખનારા અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહિકમાં જેઠાલાલના પાત્ર દ્વારા દરેક ઘરમાં આગવી ઓળખ મેળવનારા દિલીપ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિલીપ જોશી આ મહોત્સવમાં ભાગ લેવા માટે પોતાના સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મોહોત્સવ ઉજવવા માટેનું ખૂબ જ મોટા સ્કેલ પર આયોજન કરવામાં આવ્યું છે. જેનું મેનેજમેન્ટ વર્લ્ડ ફેમસ છે એવી BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી એટલે કે 1 મહિના સુધી આ મહોત્સવનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે.

દિલીપ જોશીએ આગળ જણાવ્યું કે, “અહીં સુંદર બાળ નગરી અને ગ્લો ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે. આજે અહીં મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીમાં હાજરી આપવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે. હું આજે મારા પરિવાર સાથે મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યો છું.”

સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાવવાની વાતને લઈને તેમણે જણાવ્યું કે, “હું ફેબ્રુઆરી 2008માં સત્સંગમાં જોડાયો અને 28 જુલાઈ, 2008માં “તારક મહેતા કા ઉલટા ચશ્મા”ની શરૂઆત થઈ. આથી મારું એવું માનવું છે કે, આ બાપાની પ્રસાદીની સીરિયલ છે, જેમણે મને આ સીરિયલ અપાવી. આ બાપાનો ચમત્કાર જ છે કે 14 વર્ષથી આ સીરિયલ ચાલી રહી છે અને ટોપ-10માં આવી રહી છે.”

જેઠાલાલે કહ્યું કે, “અમારી ધારાવાહિકના પ્રોડ્યૂસર આસિત મોદીએ પણ તીથિ પ્રમાણે 1 ડિસેમ્બરે પ્રમુખ સ્વામીનો જન્મદિન હતો ત્યારે તારક મહેતાના એક એપિસોડમાં જન્મ શતાબ્દી વિશે માહિતી આપતો એક સીન ઉમેર્યો હતો. આસિત મોદીએ પણ સુંદર રીતે બાપાના જન્મોત્સવની જાહેરાત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડમાં કરી.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે આ મહોત્સવ સતત 1 મહિના સુધી ચાલવાનો છે, જેના માટે 3 લાખથી વધુ NRI પણ ભારતમાં આવશે, અમદાવાદની 5 સ્ટાર અને 4 સ્ટાર હોટલો પણ તેમના માટે બુક થઇ ગઈ છે અને આ હોટલોમાં ખાસ સ્વામિનારાયણ જમવાનું પણ આપવામાં આવશે.

Niraj Patel