દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા ટીવી ઉપરના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોને પેટ પકડીને હસાવી રહ્યો છે, આ શોમાં ઘણા એવા પાત્રો છે જે શો છોડીને ચાલ્યા ગયા છે અને તેમની જગ્યા પણ ઘણા પાત્રોએ લઇ લીધી છે, તો જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી પણ દર્શકોને ખુબ જ પસંદ છે.
તારક મહેતામાં જેઠાલાલ અને દયાબેનની જોડી ખુબ જ પ્રખ્યાત હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દયાબેન આ શોમાંથી દૂર છે, દયાબેનનું પાત્ર નિભાવી રહેલા અભિનેત્રી દિશા વાંકાણી મેટરનિટી લિવ ઉપર ગયા બાદ હજુ સુધી શોમાં પરત નથી ફર્યા, ના તેમની જગ્યા હજુ સુધી આ શોમાં કોઈ લઈ શક્યું છે અને ચાહકો પણ દયાબેનના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.
ત્યારે હાલમાં જ જેઠાલાલ અને દયાબેનનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જો કે આ વીડિયો થોડો જૂનો છે, પરંતુ હાલમાં લોકો આ વીડિયોના ભરપૂર વખાણ કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો શૂટિંગ સેટ ઉપરનો છે, જ્યાં દયાબેન અને જેઠાલાલ ડાન્સ રિહર્સલ કરતા જોવા મળી રહ્યા છે.
દિલીપ જોશી અને દિશા વાંકાણીની કેમેસ્ટ્રી પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે, ત્યારે હાલમાં આ વાયરલ થઇ રહેલા જુના વીડિયોની અંદર પણ તેમની આ કેમેસ્ટ્રી ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે, દયાબેન અને જેઠાલાલ બંને ફિલ્મ “યસ બોસ”ના એક ગીત “એક દિન આપ યુ હમસે મિલ જાયેંગે” ઉપર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોની અંદર બંને ફોર્મલ કપડાંની અંદર જોવા મળી રહ્યા છે. તો ચાહકો પણ આ વાયરલ વીડિયોમાં ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા ચાહકો દયાબેન ઉર્ફે દિશા વાંકાણીને શોમાં પરત આવવાનું કહી રહ્યા છે, તો ઘણા લોકો જેઠાલાલ અને દયાબેનની આ જોડી સુપરહિટ હોવાનું પણ કહી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે જેઠાલાલ અને દયાનો આ જૂનો વીડિયો જૂના દિવસોની યાદો તાજી કરાવે છે અને ચાહકો બંનેને એકસાથે જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિલીપ જોશી અને દિશા વાંકાણી બંને ઘણીવાર તેમના ઑફ-સ્ક્રીન સંબંધો વિશે વાત કરી ચૂક્યા છે. ડેક્કન ક્રોનિકલને આપેલા ઈન્ટરવ્યુમાં દિશા અને દિલીપે કહ્યું હતું કે તેઓ એકબીજાનું સન્માન કરે છે.