મનોરંજન

તારક મહેતાના જેઠાલાલે પિતા પુત્રના સંબંધ વિશે એક મીમ શેર કર્યું, જુઓ આ જીવનચક્ર

દર્શકોનો મન પસંદ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ઘર ઘરની પસંદ છે. તો આ ધારાવાહિકના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. ત્યારે જેઠાલાલના પાત્રનું  તો કહેવું જ શું ? જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી પણ ચાહકોની પહેલી પસંદ છે.

Image Source (Instagram: Dilip Joshi)

સોશિયલ મીડિયા ઉપર પણ તેમને લાખો લોકો ફોલો કરે છે. હાલમાં જ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ એક મીમ શેર કર્યું છે જેમાં પિતા-પુત્રના સંબંધની ઝાંખી થતી જોવા મળી રહી છે.

Image Source (Instagram: Dilip Joshi)

દિલીપ જોશી દ્વારા શેર કરવામાં આવેલા એક મીમની અંદર ધારાવાહિકમાં બતાવતા તેમના દીકરા ટપુ સાથેની એક તસ્વીરમાં બે દૃશ્યો શેર કર્યા છે. જેમાં એક તસ્વીરની અંદર ટપુ આગળ જેઠાલાલ ઊંચા દેખાઈ રહ્યા છે, જયારે બીજી તસ્વીરની અંદર મોટો થયેલો ટપુ તેમના કરતા ઊંચો દેખાય છે.

Image Source (Instagram: Dilip Joshi)

આ તસ્વીર શેર કરવાની સાથે જેઠાલાલે લખ્યું છે, “What goes around comes around!” આ તસવીર તેમના ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. અત્યાર સુધી આ તસવીરને 4 લાખ કરતા વધારે લોકોએ પસંદ કરી છે અને હજારો લોકોએ તેમાં કોમેન્ટ પણ કરી છે.દિલીપ જોષી માત્ર ટીવી ઉપર જ નહિ સામાન્ય જીવનમાં પણ લોકોને ખુબ જ હસાવે છે. આ દરમિયાન જ તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો.

Image Source

જેઠાલાલના વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે જેઠાલા સૅનેટાઇઝરથી હેન્ડ વોશ કરવા માટે આવે છે, પરંતુ હેન્ડવોશના પંપની બદલે તે ડસ્ટબીનનું ઢાંકણું ખોલવાંનું પ્રેસ કરે છે. તેમને પછી એ યાદ આવે છે કે આ સૅનેટાઇઝર સ્ટેન્ડનું બટન નથી પરંતુ ડસ્ટબીન ખોલવાનું લેગપ્રેસ બટન છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેઠાલાલનો આ ફની વીડિયોને તમે પણ જુઓ…