મનોરંજન

અસલ જીવનમાં કુંવારા છે તારક મહેતામાં બતાવવામાં આવતા બબીતાજીના ઘરવાળા અય્યર, 46 વર્ષની ઉંમરમાં જલ્દી જ ફરશે ફેરા

ટીવીના સૌથી ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. છેલ્લા 12 વર્ષથી આ શો દર્શકોને મનોરંજન પૂરું પાડે છે તો આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

Image Source (Instagram : tan_mahashabde)

આ શોની અંદરનું જ એક પાત્ર જેનાથી જેઠાલાલ પણ પરેશાન રહેતા હોય છે તે અય્યર પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ ધારાવાહિકમાં અય્યર બબીતા સાથે પરણિત બતાવવામાં આવ્યા છે, પરંતુ પોતાના અસલ જીવનમાં તે આજે પણ કુંવારા છે.

Image Source (Instagram : tan_mahashabde)

તારક મહેતામાં અય્યરનું પાત્ર નિભાવ્યું છે અભિનેતા તનુજ મહાશબ્દે. તેમની ઉંમર 46 વર્ષની થઇ ગઈ છે છતાં પણ હજુ તેમને લગ્ન નથી કર્યા. એક મીડિયા સાથે વાત કરતા તેમને પોતાના અંગત જીવન વિશેના ખુલાસા કર્યા હતા.

Image Source (Instagram : tan_mahashabde)

તનુજે આ ધારાવાહિક વિશે જણાવતા કહ્યું હતું કે: “હું શરૂઆતથી જ આ ધારાવાહિકનો ભાગ રહ્યો છું. અને હું એ વાતનો સાક્ષી પણ છું કે કેટલી મહેનત અને પ્રેમથી અમે આ ધારાવાહિકના 3000 ભાગ પૂર્ણ કર્યા છે. મને આજે પણ યાદ છે કે અમે આ ધરવાહિકના પહેલા દિવસે શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે અમે ક્યારેય નહોતું વિચાર્યું કે આ શોને દર્શકોનો આટલો બધો પ્રેમ મળશે કે અમે 3000 એપિસોડ પુરા કરી લઈશું. પરંતુ જે રીતે અમારા શોની ટીઆરપી રહે છે તેને જોઈને લાગે છે કે અમને બસ આવી જ રીતે દર્શકોનો પ્રેમ મળતો રહ્યો તો અમે આગળ જ વધતા રહીશું.”

Image Source (Instagram : tan_mahashabde)

તારક મહેતાના અય્યરને જયારે તેમના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે પણ હસવા લાગ્યા હતા. કારણ કે તનુજનાં લગ્ન હજુ પણ નથી થયા. 46 વર્ષની ઉંમરમાં પણ હજુ તે કુંવારા છે.

Image Source (Instagram : tan_mahashabde)

તેમને જણાવ્યું હતું કે: “ધારાવાહિકમાં મારી અને મુનમુનજીની જોડીને દર્શકો ખુબ જ પસંદ કરે છે. પરંતુ અસલ જીવનમાં અમે બંને પ્રોફેશનલ કલાકાર છીએ અને જેવું જ અમારું શૂટિંગ પૂર્ણ થાય છે તે એમના રસ્તે હું મારા રસ્તે નીકળી જાઉં છું. પરંતુ અમે સારા મિત્રો છીએ. જ્યાં સુધી લગ્નની વાત છે તો જો ઈશ્વરની ઈચ્છા હશે તો આવતા વર્ષે એટલે કે 2021માં હું લગ્ન જરૂર કરી લઈશ.”