તારક મહેતાના શૂટિંગ સેટની હકીકત જાણીને ચોંકી જશો, ગોકુલધામ સોસાયટીના એક નહિ બે ભાગ છે, જાણો ક્યાં ક્યાં થાય છે શોનું શૂટિંગ? જુઓ અંદરનો વીડિયો
ટીવી ઉપર દેર્શકોનું છેલ્લા 13 વર્ષથી ભરપૂર મનોરંજન કરી રહેલા શો તારક મહેતા દર્શકોની આજે પણ પહેલી પસંદ છે. આ શોએ દર્શકોના દિલ જીતી લીધા છે. ત્યારે આજે દર્શકોને આ શો જ નહિ પરંતુ આ શોના પડદાં પાછળની વાતો પણ જાણવી ખુબ જ પસંદ આવે છે. એ પછી કોઈ કલાકાર માટેની હોય કે શોના સેટ ઉપરની હોય.
આજે અમે તમને તારક મહેતાના શૂટિંગની પ્રક્રિયા વિશે જણાવીશું. જેને જાણ્યા બાદ તમે પણ હેરાન રહી જશો. શું તમને ખબર છે કે ગોકુલધામ સોસાયટીના બે ભાગ છે ? અને બે અલગ અલગ જગ્યાઓ ઉપર આ ધારાવાહિકનું શૂટિંગ થાય છે ? તો ચાલો જાણીએ તેની પાછળની હકીકત શું છે.
તમને જણાવી દઈએ કે આ સાચી હકીકત છે. શોની અંદર જો ગોકુલધામ સોસાયટીનો કોઈ સીન બતાવવામાં આવે છે તો તેના માટે બે અલગ અલગ જગ્યાઓ ઉપર સેટ બનાવવામાં આવ્યો છે. તેનો મતલબ કે જે ભાગ શોની અંદર બતાવવામાં આવે છે એટલે કે બાલ્કની અને કમ્પાઉંડનો ભાગ તે ફક્ત સોસાયટીના આઉટડોર શૂટિંગ માટે જ તૈયાર છે.
એટલે કે જો ભીડે, સોઢી, અય્યર, જેઠાલાલ, પોપટલાલ, ડો. હાથી કે પછી મહેતા સાહેબના ઘરની અંદરનું શૂટિંગ કરવું હોય તો તેના માટે કાંદિવલીમાં તૈયાર સેટ ઉપર શૂટિંગ શિડ્યુલ કરવામાં આવે છે. જયારે ગોકુલધામ સોસાયટીનો સેટ ગોરેગાઁવમાં બનાવવામાં આવ્યો છે. આ પ્રકારે બે અલગ અલગ જગ્યા ઉપર સેટ બનાવવામાં આવ્યો છે. બધા જ કલાકારોની સુવિધા અને હાજરીના હિસાબથી શૂટિંગ શેડ્યુલ નક્કી કરવામાં આવે છે.
28 જુલાઈ 2008ના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશમાનો પહેલો ભાગ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે આ સૌથી વધારે ચાલવા વાળો કોમેડી શો બની જશે. છેલ્લા 13 વર્ષથી આ શો દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોના પાત્રો પણ હવે લોકોના દિલમાં વસી ચુક્યા છે અને દરેક ઘરમાં ઓળખાવવા લાગ્યા છે.