છેલ્લા 12 વર્ષથી ટીવી ઉપર સૌથી પ્રખ્યાત ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દર્શકોની પહેલી પસંદ બની રહ્યો છે. આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોના ઘણા પાત્રો શોને છોડીને ચાલ્યા પણ ગયા છે, અને તેમની જગ્યા બીજા નવા પાત્રોએ પણ લઇ લીધી છે.

પરંતુ છેલ્લા ઘણા સમયથી શોનું એક મુખ્ય પાત્ર દયા ભાભી એટલે કે અભિનેત્રી દિશા વાંકાણી શોમાંથી પ્રેગ્નેસી લિવ લઈને ગયા બાદ હજુ સુધી પરત નથી ફર્યા અને હજુ સુધી આ પાત્રને રિપ્લેસ પણ કરવામાં આવ્યું નથી, ત્યારે આ બધા વચ્ચે જ દયા ભાભીના પાછા ફરવાના સમાચાર આવી રહ્યા છે. તારક મહેતા શોએ હાલમાં જ પોતાના 3000 એપિસોડ પુરા કર્યા છે. જેની પાર્ટી પણ શોના કલાકારો અને ટીમ દ્વારા કરવામાં આવી હતી. શોના નિર્માતા અસિત કુમાર મોદી છેલ્લા ઘણા સમયથી દિશા વાંકાણીને પરત લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

પરંતુ આ બધા વચ્ચે જ શો માટે એક સારા સમાચાર આવ્યા છે. દિશા વાંકાણીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર તારક મહેતામાં પરત ફરવાની વાત જણાવી છે.

દિશા વાંકાણીનું પાત્ર દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. આ પાત્રમાં દર્શકો પણ બીજા કોઈને જોવાનું પસંદ નહોતા કરી રહ્યા, ત્યારે દયા ભાભીના પાત્રને રિપ્લેસ કરવું શોના નિર્માતાઓ માટે પણ ખુબ જ મુશ્કેલી ભર્યું હતું. પરંતુ હવે દયા ભાભી આ શોમાં પરત ફરી રહ્યા છે. ત્યારે દર્શકો પણ તેમના આ નિર્ણયથી ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શો નિર્માતાઓથી લઈને દર્શકો પણ દિશા વાંકાણીના આવવાની રાહ જોઈએ રહ્યા હતા. હવે તેમની આ રાહ જોવી પૂર્ણ થઇ છે.

દિશા વાંકાણીએ શુકવારના રોજ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી શેર કરી અને તારક મહેતામાં પરત ફરવાની વાત જણાવી હતી.

મીડિયા રિપોર્ટનું માનીએ તો દિશા વાંકાણી પહેલા મેટરનિટી લિવ ઉપર ગયા હતા ત્યારબાદ ફી વધારવાને લઈને ચર્ચાઓ ચાલી હતી, જ્યારે બાદ શોના નિર્માતા અને દિશા વચ્ચે સહમતી બની નહોતી. હાલમાં જ આ શોના 3000 એપિસોડ પુરા થવા ઉપર દર્શકો દિશા વાંકાણી શોની અંદર પરત ફરે તેની માંગણી કરી રહ્યા હતા.