મનોરંજન

તારક મહેતાના દયાબેનને કયારેક કરવું પડ્યું હતું મફતમાં પણ કામ, CA સાથે કર્યા લગ્ન, જુઓ હાલ આવું જીવી રહ્યા છે જીવન

42 વર્ષના દયાભાભીએ 5 વર્ષ પહેલા મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નનો આલ્બમ

ટીવીની સૌથી ખ્યાતનામ અને લાંબા સમયથી ચાલનારી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દર્શકોની અપહેલી પસંદ બની ગઈ છે. આ ધારાવાહિકના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોના ઘણા પાત્રો બદલાઈ ગયા છે અને તેમની જગ્યા નવા પાત્રોએ લઇ અને દર્શકોના દિલમાં પણ જગ્યા બનાવી લીધી છે. પરંતુ એક પાત્ર ના હજુ સુધી રિપ્લેસ થઇ શક્યું છે ના દર્શકો બીજા કોઈને આ પાત્રમાં જોવા માંગે છે. એ પાત્ર છે દયાબેનનું.

Image Source

દયાબેનનું પાત્ર નિભાવ્યું હતું અભિનેત્રી દિશા વાંકાણીએ. દિશાએ પોતાના જીવનમાં ઘણો જ સંઘર્ષ કર્યો છે અને પોતાના સંઘર્ષ અને મહેનતથી આજે મોટી નામના પણ મેળવી છે. ચાલો આજે તેમના જીવન વિશેની કેટલીક અવનવી વાતો જાણીએ.

Image Source

તારક મહેતામાં અભિનય કરીને દિશા અને તેમનો અભિનય ખુબ જ પ્રખ્યાત બની ગયો છે. દિશા વાંકાણીનો જન્મ ગુજરાતમાં થયો હતો. આજે તે 42 વર્ષના છે.

Image Source

દિશા શરૂઆતથી જ અભિનય સાથે જોડાયેલી છે. તેમને ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમને આ મુકામ સુધી પહોંચવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો છે.  અને તેના માટે તેમને ઘણી ધારાવાહિકોમાં મફતમાં પણ કામ કર્યું છે.

Image Source

દિશા વાંકાણીના લગ્ન 2015માં થયા હતા. તેમને મુંબઈના ચાર્ટડ એકાઉન્ટટ મયુર પરિહા સાથે લગ્નના સાત ફેરા લીધા હતા. 2017માં તેમને એક દીકરીને જન્મ આપ્યો.

Image Source

તેમની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિશાએ જણાવ્યું હતું કે આ અમારી બંનેની મુલાકાત કોઈના દ્વારા નહોતી થઇ. એક કોમન વસ્તુ હતી. જેના દ્વારા અમે મળ્યા અને પછી થોડા સમય સુધી એકબીજાને મળતા રહ્યા. ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

Image Source

દિશા વાંકાણીએ પોતાના કેરિયરની શરૂઆતના દિવસોમાં બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Image Source

દિશા વાંકાણીએ શાહરુખ ખાનની દેવદાસ, આમિર ખાનની મંગલ પાંડે, સી કંપની અને હૃતિકની જોધા અકબર જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Image Source

લગ્ન બાદ જ દિશા તારક મહેતામાં જોવા મળી હતી. અને હાલ તે પોતાના પરિવાર સાથે જ સમય વિતાવી રહી છે.ત્યારે શોના નિર્માતાઓ અને દર્શકો દિશા વાંકાણીને ફરીએકવાર તારક મહેતામાં દયાબેનના પાત્રમાં જોવા માંગે છે.