અરે બાપ રે… એક એપિસોડ માટે આટલો ચાર્જ કરે છે જેઠાલાલ, તારક મહેતાના સૌથી મોંઘા કલાકાર છે દિલીપ જોશી

માત્ર 25 દિવસ કામ કરવા માટે અધધધધ લાખ રૂપિયા લે છે ફી, જાણો જેઠાલાલની કેવી છે લાઈફ સ્ટાઇલ

ટીવી ઉપર ના સૌથી ખ્યાતનામ શો “તારક મહેતા કા ઉલ્ટા” ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે. છેલ્લા 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા તારક મહેતાના કલાકારો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ કલાકારોને લાખો લોકો અનુસરે છે. ત્યારે આ શોના સૌથી ખ્યાતનામ અભિનેતાનું નામ જો કોઈ પૂછે તો દરેકના મોઢે એક જ જવાબ આવે “જેઠાલાલ.”

તારક મહેતાના એક્ટર ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’નાં નામે ઘર ઘર થયેલા ફેમસ દિલીપ જોશીનો જન્મ 26 મે 1968માં ગુજરાતનાં પોરબંદરમાં થયો હતો. આ કોમેડી સીરિયલથી દિલીપ જોશીનું ખુબજ નામ થયું. એક દાયકાથી પણ વધુ સમયથી ચાલી રહેલી આ કોમેડી ટીવી શોનો સાથ દર્શકો સાથે દિવસે દિવસે વધુ ગાઢ બનતો જઇ રહ્યો છે.

જેઠાલાલ આ શોની અંદર શરૂઆતથી જ જોડાયેલા છે. સોશિયલ મીડિયામાં પણ તેમને લાખો લોકો ફોલો કરે છે અને તેમની તસવીરો તેમજ તેમના દ્વારા કરવામાં આવતી પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી. ત્યારે દર્શકોના મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય કે તારક મહેતાના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એક એપિસોડ માટે કેટલો ચાર્જ લેતા હશે ?

મીડિયા રિપોર્ટ અનુસાર તારક મહેતામાં જેઠાલાલનું કિદાર નિભાવવા વાળા દિલીપ જોશી આ શોના સૌથી વધુ ફી લેનારા કલાકાર છે. જેઠાલાલને દરેક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચુકવવામાં આવે છે. તમને બધાને એ ખબર જ હશે કે દિલીપ જોશીએ તારક મહેતામાં કામ કરતા પહેલા ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમને સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને જણાવ્યું હતું કે “ઘણા બધા પ્રોજેક્ટ્સમાં કામ કરવા છતાં પણ મને એ ઓળખ ના મળી જે જેઠાલાલના પાત્રએ તેમને અપાવી હતી.”

દિલીપ જોશીએ ફિલ્મોમાં ડેબ્યુ સલમાન ખાનની ફિલ્મ “મેંને પ્યાર કિયા”થી કર્યુ હતુ. આ સલમાન ખાન અને ભાગ્યશ્રીની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિલીપ જોશીએ સલમાનના નોકરનું પાત્ર ભજવ્યુ હતુ. તેમનો રોલ એટલો સ્ટ્રોન્ગ ન હતો પરંતુ તેમના ડ્રેસિંગ સેંસ અને હ્યુમરની ખૂબ પ્રશંસા થઇ હતી.

આ ઉપરાંત દિલીપ જોશીએ ઘણી ધારાવાહિકમાં પણ કામ કર્યુ છે. “દો ઔર દો પાંચ”, “વાહ કયા બાત હે”, “કોરા કાગજ” સહિત અનેક ટીવી શોમાં તેઓ જોવા મળ્યા છે. તેમણે બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. દિલીપ જોશી “મેંને પ્યાર કિયા”, “હમ આપકે હે કૌન”, “ફિર ભી દિલ હે હિંદુસ્તાની” જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેમની અસલી ઓળખ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોથી મળી. આ શોમાં તેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. માત્ર 25 દિવસ કામ કરવા માટે આશરે 36 લાખ રૂપિયા લે છે ફી

Niraj Patel