શું દિશા વાકાણીને થઇ ગયું છે કેન્સર ? આ બાબતે દિશાના ભાઈ મયુરનું નિવેદન આવ્યું સામે, જુઓ શું કહ્યું

ટીવી ઉપર દર્શકોનો મનગમતો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” વર્ષોથી દરેક ઘરની પહેલી પસંદ છે. આ શોની પોપ્યુલારિટી આજે પણ એટલી જ છે. આ શોમાં ઘણા કલાકારો એવા પણ છે જેમને આ શોને હંમેશા માટે અલવિદા કહી દીધું છે અને તમેની જગ્યા ઘણા નવા કલાકારોએ પણ લઇ લીધી છે, પરંતુ આ શોના એક પાત્રને આજે પણ મેકર્સ રિપ્લેસ નથી કરી શક્યા, ના ચાહકો પણ આ પાત્રમાં બીજા કોઈને જોવા માંગે છે.

એ પાત્ર છે શોના દયાબેનનું. દયાબેનનું પાત્ર અભિનેત્રી દિશા વાંકાણી નિભાવી રહ્યા હતા. તેમના અભિનયના લાખો લોકો દીવાના છે, પરંતુ વર્ષ 2017માં મેટરનિટી લિવ ઉપર ગયા બાદ હજુ સુધી દિશા વાંકાણી શોમાં પરત નથી ફરી શક્યા, મેકર્સ દ્વારા પણ તેમને લાવવાના ખુબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને ઘણીવાર તેમની શોમાં વાપસીને લઈને ખબરો પણ સામે આવે છે, પરંતુ અંતે ચાહકોને નિરાશા જ મળે છે.

ત્યારે હાલ દિશા વાંકાણીને ગળાનું કેન્સર થયું હોવાની એક વાત મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. આ ખબર સાંભળ્યા બાદ દિશા વાંકાણીના ચાહકો પણ શોકમાં છે. ત્યારે આ વાત સાચી છે કે અફવા છે તેના વિશેની કોઈ અધિકારીક પુષ્ટિ હજુ સુધી નથી થઇ રહી, પરંતુ આ દરમિયાન દિશા વાંકાણીના ભાઈ મયુર વાંકાણીનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેને આ બાબતે સ્પષ્ટતા કરી છે.

દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં મયુરે કહ્યું કે, “આ સંપૂર્ણ રીતે એક અફવા છે અને હું તેમના ચાહકોને વિનંતી કરું છું કે તે આ પ્રકારની અફવાઓ ઉપર વિશ્વાસ ના કરે અને તેનાથી બિલકુલ ના ગભરાવ. હું દિશા સાથે સંપર્કમાં છું અને જો આ કેન્સરની ખબરમાં સચ્ચાઈ હોય તો તેને જાણવા વાળો હું પહેલો માણસ હોત. દિશા સંપૂર્ણ રીતે ઠીક છે અને સાચું કહું તો તેમને ખબર છે કે અફવાઓ સામે કેવી રીતે ડીલ કરવાની છે.”

તો આ મામલા વિશે તારક મહેતામાં જેઠાલાલનું મુખ્ય પાત્ર નિભાવી રહેલા દિલીપ જોશીએ પણ જણાવતા કહ્યું હતું કે, “મને સવારથી સતત ફોન આવી રહ્યા છે. મને લાગે છે કે આને વધારો આપવાની જરૂર નથી. હું ફક્ત એટલું જ કહીશ કે આ બધી અફવા છે. તમે બધા લોકો આવી ખબરો ઉપર ધ્યાન ના આપો.”

તો આ મામલે તારક મહેતામાં રોશનનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી દિશાના ઘરની નજીક રહે છે અને તેના વિશે વાત કરતી વખતે જણાવ્યું કે, “હું આ ખબરથી ચોંકી ગઈ છું, મને આશા છે કે તે માત્ર એક અફવા જ હશે. મારી દીકરી અને દિશાની દીકરી એક જ સ્કૂલમાં ભણે છે અને અમે મેસેજ દ્વારા એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. હકીકતમાં, ગયા મહિને અમે તારક મહેતાના કલાકારો સાથે વિડિયો કૉલ કર્યો હતો અને ત્યાં સુધીમાં તે ફિટ દેખાતી હતી.

Niraj Patel