મનોરંજન

તારક મહેતાની ટપ્પુ સેનાએ ગરીબ બાળકો સાથે મનાવી દિવાળી, બાબુજીએ જરૂરિયાત મંદને આપી ગિફ્ટ

તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા શોના કલાકારોએ દેશભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. આ શો ભારતની સૌથી વધુ જોનારો કોમેડી ડ્રામાં છે. આ શોને એક દાયકાથી વધુનો સમય થઇ ગયો છે. હાલમાં જ દિવાળીનો તહેવાર લોકોએ ધામધૂમથી ઉજવ્યો હતો. જાણીતો ટીવી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ની ટિમ દ્વારા અલગ અંદાજમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

Image source

દિવાળીનો તહેવાર બધા જ લોકોના જીવનમાં ખુશી અને ઉલ્લાસ આપે છે. ટપ્પુ સેનાએએ ગરીબ બાળકો સાથે દિવાળી ઉજવવાનો ફેંસલો કર્યો હતો. દિવાળી પર શોની ટપ્પુ સેનાએ પહેલા આસપાસના ગરીબ બાળકોને ભેટોનું વિતરણ કર્યું અને તેમની સાથે સમય ગાળીને દિવાળીને યાદગાર બનાવી દીધી હતી. આ દરમિયાન બાબુજી એટલે કે ચંપકલાલએ પણ બાળકોનો સાથ આપતા નજરે પડ્યાં હતાં.

Image source

દિવાળી પર ટપ્પુ સેનાના ટપ્પુ, ગોગી, ગોલી, પિંકુ અને સોનુની ઉજવણી માટે મુંબઈની એક ઝૂંપડપટ્ટીમાં બાળકોની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં બધા બાળકોને રંગોળી રંગ, મીઠાઇ, ફૂલઝરી અને ફૂલો આપ્યા હતા. જેનાથી આ ગરીબ બાળકોની દિવાળી પણ ખુશનુમાં વીતી ગઈ હતી.

Image source

તારક મહેતાની ટીમે દ્વારા કરવા આવેલી આ દિવાળીની ઉજવણીના કેટલીક તસ્વીર સામે આવી છે.  જેમાં ટપ્પુ સેના બાળકો સાથે ડાન્સ કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન બધા કલાકારો દિવાળી પરંપરાગત અવતારમાં દેખાયા હતા.

Image source

શોમાં ચંપક લાલ ગઢા બનેલા અમિત ભટ્ટ બન્યા. તેઓએ ગરીબ બાળકોને નવા કપડા અને મીઠાઇઓનું વિતરણ પણ કર્યું. આ સમય દરમિયાન એક બાળક પણ તેના પગને સ્પર્શીને બાબુજીના આશીર્વાદ લીધા હતા.

Image source

જણાવી દઈએ કે તાજેતરમાં 24 સપ્ટેમ્બરે તારક મહેતાના 3000 એપિસોડ્સ પૂર્ણ થયા છે. આ પ્રસંગે દિલીપ જોશીએ તેમના રોલ વિશે કહ્યું હતું કે, આ પાત્ર ભજવવું મારા માટે ગિફ્ટથી ઓછું નથી. મને ઘણું આપ્યું છે. હું મારા ચાહકો અને શુભેચ્છકોનો આભારી છું, જેમણે અમને આવકાર આપીને તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે.

આ વર્ષે 28 જુલાઈએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના 12 વર્ષ પૂરા થયા છે. શોના અત્યાર સુધીમાં 3036 એપિસોડ ઓન એર થઇ ચુક્યા છે. 2008 માં શરૂ થયેલ આ શોને પ્રોડયુસ અસિત કુમાર મોદીએકર્યો છે. અંજલિ ભાભીનું પાત્ર હવે સુનૈના ફોજદાર નિભાવી રહી છે.