તારક મહેતાના આત્મારામ ભીડેની પત્ની છે ગજબની સુંદર, તેની આગળ માધવીભાભી પણ છે ફેલ, જુઓ તસવીરો

બોલીવુડ ફિલ્મોની અભિનેત્રીને ટક્કર આપે છે આત્મારામ ભીડેની રિયલ પત્ની, જુઓ PHOTOS

છેલ્લા 13 વર્ષથી દર્શકોની ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પસંદ છે. આ શોના પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. તારક મહેતા ધારાવાહિકમાં ગોકુલધામ સોસાયટી મુખ્ય છે અને આ સોસાયટીના એક માત્ર સેક્રેટરી છે આત્મારામ ભીડે. જેમનું પાત્ર પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે.

આત્મારામ ભીડેનું પાત્ર નિભાવી રહ્યા છે અભિનેતા મંદાર ચાંદરવાકરે. જેમાં તેમના પત્ની તરીકે માધવીભાભી જોવા મળી રહ્યા છે. પરંતુ મંદાર ચાંદરવાકરની અસલ જીવનની પત્ની માધવી ભાભીને પણ ટક્કર આપે તેવી છે. જેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળે છે.

મંદારની પત્નીનું નામ સ્નેહલ ચાંદરવાકર છે. સુંદરતાના મામલામાં સ્નેહલ શોના માધવીભાભી સોનાલિકા જોશી કરતા જરા પણ કમ નથી. મંદાર અને સ્નેહલના લગ્ન ઘણા વર્ષો પહેલા મરાઠી રીતિ રિવાજ સાથે થયા હતા.

મંદાર અને સ્નેહલના લગ્નની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. તસવીરની અંદર બંને એકબીજાના ગળામાં વરમાળા નાખતા પણ જોવા મળ્યા હતા.

મંદારની પત્ની સ્નેહલ મધ્ય પ્રદેશના ઇન્દોરની રહેવાસી છે, એટલે કે ઇન્દોર મંદારની સાસરી છે. પોતાના જીવનના શરૂઆતના વર્ષો સ્નેહલે ઇન્દોરમાં જ વિતાવ્યા હતા.

મંદાર અને સ્નહેલનો એક દીકરો પણ છે, બંનેના આ ખુબ જ ક્યૂટ દીકરાનું નામ પાર્થ છે. મંદાર પોતાના પરિવાર સાથે મોટાભગનો સમય વિતાવે છે. તે પોતાની પત્ની અને દીકરા સાથે અવાર નવાર ફરવા માટે પણ જાય છે. જેમના પ્રવાસની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

સ્નેહલ પોતાના પરિવારને પણ ખુબ જ સારી રીતે સાચવે છે. ઘણા કાર્યક્રમમાં પણ સ્નેહલ મંદાર સાથે જોવા મળે છે. તારક મહેતાની મહિલા મંડળી સાથે પણ સ્નેહલને સારું બને છે.

સ્નેહલ પણ પોતાના પતિની જેમ અભિનય સાથે સંકળાયેલી છે. સોશિયલ મીડિયામાં તેના અભિનયના ઘણા વીડિયો પણ જોવા મળે છે. હાલમાં તે અભિનય નથી કરતી અને પોતાના પરિવારને જ પોતાનો સમય આપતી જોવા મળે છે.

સ્નેહલ મંદારના માતા પિતા સાથે મુંબઈમાં રહે છે. અને આખા પરિવાર સાથે સારો સમય પણ વિતાવે છે. તેમની તસવીરો જોઈને લાગે છે કે આજે પણ આ પરિવાર એકબીજા સાથે જોડાયેલો છે.

Niraj Patel