શું તમે ઓળખો છો તારક મહેતાના આ સ્ટારને ? તસ્વીર જોઈને તમે પણ વિચારમાં પડી જશો, ગોકુલધામની હતો ધડકન

તારક મહેતાના આ સ્ટારને ઓળખી શક્યા તમે ? ગોકુલધામની ધડકન હતો આ અભિનેતા, હવે બની ગયો છે માચો મેન

ટીવી ઉપર દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે 13 વર્ષ બાદ પણ લોકોની પહેલી પસંદ છે. આ શોએ અને તેના પાત્રોએ દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, જેટલી નામના બોલીવુડના સેલિબ્રિટીઓને મળી રહી છે તેટલી જ લાઇમ લાઈટ તારક મહેતાના પાત્રો પણ લૂંટી લેતા હોય છે.

તારક મહેતા શોની સ્ટારકાસ્ટ પણ ઘણી મોટી છે અને ઘણા એવા પાત્રો છે જે આજે તો આ શોની અંદર જોવા નથી મળતા પરંતુ આ શોમાં કામ કરવાના કારણે ચાહકો તેમને આજે પણ પ્રેમ આપે છે. એવું જ એક શોનું પાત્ર હતું ટપુનું. જે જેઠાલાલનો છોકરો બતાવવામાં આવે છે. આ પાત્રને એક સમયે અભિનેતા ભવ્ય ગાંધીએ નિભાવ્યું હતું. જે આજે તો આ શોમાં નથી છતાં પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલો રહેતો હોય છે.

ભવ્ય ગાંધીને આજે પણ ચાહકો ખુબ જ પ્રેમ કરે છે અને તેના સોશિયલ મીડિયા ઉપર પણ તેની તસ્વીરોમાં તેના ચાહકો લાઈક અને કોમેન્ટ કરતા હોય છે. ભવ્ય પણ સમયાંતરે તેની તસવીરો દ્વારા પોતાના જીવનની અપડેટ સોશિયલ મીડિયા દ્વારા આપતો રહે છે. હવે ફરી એકવાર તેની કેટલીક તસવીરો ચર્ચામાં આવી છે, જેમાં ભવ્યાનો આ અનોખો અંદાજ જોઈને તમે પણ તેને ઓળખી નહિ શકો.

સામે આવેલી ભવ્યની આ તસ્વીરોની અંદર તે એકદમ બદલાયેલા લુકમાં જોવા મળી રહ્યો છે. ભવ્ય સરદારના લુકમાં દેખાઈ રહ્યો છે. તેના મોઢા ઉપર દાઢી મૂછ અને માથા ઉપર પાઘડી જોવા મળી રહી છે. આ તસવીર હાલની નથી પરંતુ ઘણી જ જૂની છે. વર્ષ 2019માં ભવ્ય ગાંધીએ તેની આ તસ્વીરને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી.

ત્યારે ભવ્યની આ તસવીર જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા હતા. ક્યૂટ દેખાતો ટપુ આ તસ્વીરોમાં ઓળખાતો પણ નહોતો. ભવ્ય ગાંધીએ 3 તસવીરો પોસ્ટ કરી હતી. પહેલી તસ્વીરમાં તે મૂછ વગર જોવા મળી રહ્યો છે.તો બીજી એક તસ્વીરની અંદર દાઢી મૂછ તો છે પરંતુ પાઘડી નથી, જયારે ત્રીજી તસ્વીરમાં દાઢી મૂછ અને પાઘડી પણ છે.

ભવ્ય ગાંધીએ આ તસવીરો શેર કરવાની સાથે એક સંદેશ પણ આપ્યો હતો. ભવ્ય ગાંધીએ આ તસવીરો દ્વારા બધા જ ધર્મોને એક સમાન જણાવ્યા હતા. તસવીરોના કેપશનમાં તેને લખ્યું હતું, “પહેલા એક માણસ”. તમને જણાવી દઈએ કે ભવ્ય ગાંધી હાલમાં ગુજરાતી ફિલ્મમાં નજર આવવાનો છે. જેનું નામ “તારી સાથે ” છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઇ ચૂક્યું છે.

Niraj Patel