“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે ટીવી ઉપરનો સૌથી ખ્યાતનામ શો છે. છેલ્લા 12 વર્ષથી આ શો દર્શકોને ભરપૂર મનોરંજન કરાવી રહ્યો છે, ત્યારે આ શોના પાત્રો પણ એટલા જ લોકપ્રિય બન્યા છે. જેમાંથી એક પાત્ર છે બાઘાનું. જેને કોમેડી દર્શકોને ખુબ જ હસાવે છે. પરંતુ આ શો સુધી પહોંચવાની બાઘાની સફર પણ જાણવા જેવી છે.

આ શોની અંદર બાઘો પોતાની સૂઝબૂઝથી જેઠાલાલની દરેક મુશ્કેલીઓનો ઉકેલ આપે છે, તો સાથે જ તેના ચાલવાનો અંદાજ પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આજે આ શોની અંદર બાઘો જેઠાલાલની દુકાનનો એક કર્મચારી બતાવ્યો છે, પરંતુ એક સમય એવો હતો જયારે તેને પોતાના અસલ જીવનનની અંદર બેંકની અંદર એક કર્મચારી હતો અને તેને એ નોકરીમાં 4 હજાર રૂપિયા જ પગાર મળતો હતો.

શોમાં બાઘાનું પાત્ર નિભાવનાર અભિનેતાનું નામ છે તન્મય વેકારીયા. આ શોમાં ભલે તેની એન્ટ્રી કોઈ બીજા રોલ માટે થઇ હતી. પરંતુ શોના મેકર્સે દ્વારા તેને એટલો મહત્વપૂર્ણ રોલ આપવામાં આવ્યો કે આજે તે દરેક ઘરની અંદર પોતાની ઓળખ બનાવી ચુક્યો છે. હાલમાં તે આ શો દ્વારા લાખો રૂપિયાની કમાણી કરે છે.

પરંતુ એક સમય એવો હતો જયારે તન્મય બેંકમાં નોકરી કરતો હતો જેમાં તે માર્કેટિંગ એક્ઝિક્યુટિવના પોસ્ટ ઉપર હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેને આ કામ માટે ફક્ત 4 હજાર રૂપિયા જ પગાર મળતો હતો.

પરંતુ તન્મયને બાળપણથી જ અભિનયમાં રસ હતો, વળી તેના પિતા અરવિંદ વેકારીયા પણ ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા હતા. જેના કારણે તન્મયે પણ અભિનયમાં જ આગળ વધવાનું વિચાર્યું અને આજે તન્મય ઉર્ફે બઘાનો અંદાજ તમે જોઈ શકો છો.

જો આ શોની અંદર બાઘાને મળતી ફીની વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ પ્રમાણે બાઘાને એક એપિસોડ માટે 22 હજાર રૂપિયા મળે છે. આ રીતે તે મહિનાના લખો રૂપિયા પણ કમાઈ લે છે.