તારક મહેતાના બાપુજીએ શેર કરી ભાવુક પોસ્ટ, નટુકાકાના જોડીદાર બાઘાએ આપી ખાસ અંદાજમાં ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના નિધનથી ટીવી ઈડિન્સ્ટ્રી સાથે સાથે ચાહકોમાં પણ દુઃખનો માહોલ ફરી વાળ્યો છે. 77 વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકે આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. તેઓ છેલ્લા કેટલાય સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને ગઈકાલે 3 ઓક્ટોબરના રોજ તેમને હોસ્પિટલની અંદર છેલ્લા શ્વાસ લીધા.

નટુકાકાની અંતિમ યાત્રામાં પણ તારક મહેતાની ટીમના ઘણા સભ્યો જોવા મળ્યા હતા અને તેમને ભીની આંખે નટુકાકાને અંતિમ વિદાય આપી હતી. નટુકાકા છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હતા અને એટલે જ એક સિનિયર અભિનેતા તરીકે તેમનું ઘણા લોકો સન્માન પણ કરે છે. જેના કારણે ચાહકોથી લઈને સેલેબ્રિટીઓ પણ તેમના સોશિયલ મીડિયા દ્વારા નટુકાકાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તારક મહેતામાં નટુકાકા અને બાઘાની જોડી જોવા મળતી હતી. જે ગડા ઉલેક્ટ્રોનિક્સમાં સાથે કામ કરતા હતા. તેમની જોડી દર્શકોને પણ ખુબ જ પસંદ આવતી હતી ત્યારે હવે તારક મહેતામાં નટુકાકા અને બાઘાની આ જોડી ફરી જોવા નહીં મળે. ઘનશ્યામ નાયકના નિધનથી બાઘાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા તન્મય વેકરીયાને પણ આઘાત લાગ્યો છે.

તન્મય વેકરીયાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર બાપુજી સાથેની ઘણી તસવીરો પણ શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. બાઘાએ આ સાથે ભાવુક કરી દેનારી પોસ્ટ પણ શેર કરી છે. બાઘાની આ પશોટ ઉપર તારક મહેતાના ચાહકો કોમેન્ટ કરી અને નટુકાકાને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે.

તન્મય વેકરીયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર નટુકાકા સાથેની તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “આ સત્ય સ્વીકારવું ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે તમે હવે અમારી વચ્ચે નથી રહ્યા !”  આ સાથે તન્મયે રડતા અને હાથ જોડતા ઈમોજી પણ પોસ્ટ કર્યા છે. તેની આ પોસ્ટ જોઈને પણ ચાહકો ખુબ જ ભાવુક થઇ રહ્યા છે.

તન્મય વેકરીયા ઉપરાંત આ શોની અંદર બાપુજી ચંપકલાલનું પાત્ર નિભાવી રહેલા અમિત ભટ્ટે પણ એક ભાવુક કરી દેનારી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમને ગુજરાતીમાં જ સુંદર શબ્દો દ્વારા અને ઘનશ્યામ નાયકની એક તસ્વીર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

અમિત ભટ્ટે તેમના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા શબ્દોને એક ઇમેજ ઉપર દર્શાવીને લખ્યું છે, “દેહ નથી રહ્યો, હવે રહું છું તમારા સ્નેહમાં, શ્વાસ ખૂટી ગયા તો શું, જીવું છું તમારા વિશ્વાસમાં, ખુલ્લી આંખે નહિ દેખાઉં, આંખો બંધ કરી જુઓ, અહીં જ છું તમારી આસપાસમાં !” અમિત ભટ્ટની આ પોસ્ટ જોઈને પણ ચાહકો ખુબ જ ભાવુક થઇ રહ્યા છે.

Niraj Patel