ખબર મનોરંજન

‘તારક મહેતા…’ની આ અભિનેત્રીએ પાર કરી બોલ્ડનેસની તમામ હદ, બિકી જેવું પહેરીને આપ્યા ગજબના પોઝ…જોતા જ આંખો બહાર આવી જશે

ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય એવો કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ ઘણા વર્ષો સુધી લોકોનું મનોરંજન કર્યું છે. આ શોએ હાલમાં જ 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને 15માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે તેટલા જ લોકપ્રિય શોના કલાકારો પણ છે, અસલ જીવનમાં પણ લોકો તેમને શોના કિરદાર દ્વારા જ ઓળખે છે પછી તે જેઠાલાલ હોય, ભીડે હોય કે પછી પોપટલાલ પણ કેમ ન હોય. આવી જ એક અભિનેત્રી છે આરાધાના શર્મા.

આરાધના શર્મા શોમાં કેટલાક જ એપિસોડમાં જોવા મળી હતી. શોમાં કોરોના વેક્સીન અને દવા અંગેની તસ્કરી અને કાળા બજાર પર થયેલા કૌભાંડના એપિસોડમાં આરાધાના જોવા મળી હતી, જેમાં તે રંગતરંગ રિસોર્ટની રિસેપ્સનિસ્ટ હતી અને તેનું નામ દીપ્તિ હતું અને તે પણ દવાની કાળાબજારી કરતી ગેંગ સાથે જોડાયેલી હતી.

શોમાં આરાધના અમુક જ એપિસોડમાં જોવા મળી હતી છતાં પણ તેની છાપ તારક મહેતાની અભિનેત્રી તરીકે બની ચુકી છે અને આજે પણ લોકો તેને યાદ કરે છે. શોમાં સીધી સાદી દેખાતી આરાધના અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને આકર્ષક છે અને આધિકારિક રૂપે તે એક ડાન્સર પણ છે. આરાધના સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે. મોટાભાગના તેના વિડીયો ડાન્સિંગના જ હોય છે જેમાં તે પોતાના ડાન્સ મૂવ્સથી લોકોને દીવાના બનાવતી રહે છે.

આરાધના કેમેરા સામે બોલ્ડ થવામાં બિલકુલ પણ અચકાતી નથી અને બિકી પહેરીને પણ તસવીરો શેર કરે છે. એવામાં તાજેતરમાં જ આરાધનાએ પોતાની હોટ તસવીરો શેર કરીને લોકોના દિલની ધડકન વધારી દીધી છે. સામે આવેલી તસ્વીરોમાં આરાધના બ્લેક મોનોકિની પહેરીને અંગળાઈ લેતી દેખાઈ રહી છે. બ્લેક મોનોકિની સાથે આરાધનાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને વિન્ડો પાસે બેસીને એકથી એક લોકોને લુભાવનારા પોઝ આપી રહી છે.

તસવીરો શેર કરીને આરાધનાએ બ્લેક હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. તસ્વીરોમાં તેનું કર્વી ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આરાધનાની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આરાધના સ્પ્લિટ્સવિલા-12ની કન્ટેસ્ટંટ રહી ચુકી છે, આ સિવાય તે ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને બુગી વુગી જેવા ડાન્સિંગ શોમાં પણ જોવા મળી ચુકી છે. તારક મેહતા સિવાય આરાધના હીરો ગાયબ મોડ ઓન, અલાદ્દીન નામ તો સુનાહી હોગા, સ્પાઇ બહુ જેવા ટીવી શોમાં પણ કામ કરી ચુકી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અદાઓનો જાદુ દેખાડનારી આરાધના બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. આરાધના વિક્રમ ભટ્ટની ફિલ્મ જુદા હોકે ભી માં નાના એવા રોલમાં જોવા મળી છે, ફિલ્મ ગત જુલાઈ મહિનામાં રિલીઝ થઇ ચુકી છે.ફિલ્મમાં આરાધનાનો કિરદાર એકદમ મજેદાર છે. ફિલ્મના અમુક સીન્સ પણ આરાધનાએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યા હતા અને લખ્યું કે,

“જીવનમાં નાની નાની બાબતો ખુબ મહત્વ રાખે છે. સિનેમા હંમેશા આવું જ રહ્યું છે, જેના માટે હું જૂનુની હતી, અને પહેલી વાર મોટી સ્ક્રીન પર પોતાને જોવું એક સપના જેવું હતું. હું તે જણાવતા ખુબ જ અભિભૂત છું કે હું આ શાનદાર પ્રોજેક્ટ #judahokebhi નો નાનો એવો ભાગ છું.હું ખુબ આભારી છું. આ માત્ર પહેલું પગલું છે, હજુ ઘણું બધું હાંસિલ કરવાનું છે”.

વિક્રમ ભટ્ટ સાથે કામ કરવા અંગે આરાધનાએ કહ્યું હતું કે,”તેમની સાથે કામ કરવું ખૂબ જ અદ્દભુત હતું. તેમનો અનુભવ એ બધું કહે છે અને તેમના કામ કરવાનો તરીકો પણ બેસ્ટ છે. આ ફિલ્મ માટે તેમણે ખુબ મહેનત કરી છે અને ક્રિએટિવિટી દેખાડી છે. આ એક સુખદ અને શીખવા માટેનો અનુભવ હતો. હું ભવિષ્યમાં પણ તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું”.આરાધાના હાલમાં જ લોન્ચ થયેલા શો ચન્ના મેરેયામાં પણ જોવા મળી હતી.