મનોરંજન

તારક મહેતાના નવા અંજલિ ભાભીનો દેશી અવતાર મચાવી રહ્યો છે ધમાલ, જુઓ તસ્વીરો

TMKOCના નવા અંજલિ ભાભી છે સુનૈના, 7 તસ્વીરોમાં જુઓ અદા

છેલ્લા 12 વર્ષોથી “તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા”શો દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ આ પાત્રો છવાયેલા રહેતા હોય છે. ત્યારે આ શોની અંદર નવા અંજલિ ભાભી સુનૈના ફોજદાર હવે જોવા મળી રહ્યા છે, અને  સોશિયલ મીડિયા ઉપર તેમને પણ ખુબ જ પસંદ કરવાં આવે છે.

Image Source : (Sunayana Fozdar Instagram)

સુનૈનાનીસુંદર અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે. તો આ બધા વચ્ચે જ સુનૈના ફોજદારનો બદલાયેલો નવો અંદાઝ સામે આવ્યો છે. જે અત્યારે ધમાલ મચાવી રહ્યો છે. અંજલિ ભાભીને આ અવતારમાં જોઈને લોકો તેમના ચાહક બની ગયા છે.

Image Source : (Sunayana Fozdar Instagram)

સુનૈના ફોજદારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે  સાડીની અંદર નજર આવી રહી છે. તેને ઓરેન્જ અને ફ્લોરેલ પ્રિન્ટ વાળી સાડી પહેરી છે. આ સાથે જ તેને પોતાના દેશી અવતારને સનગ્લાસ દ્વારા કમ્પ્લીટ કર્યો છે. તેને પોતાના વાળને પણ સુંદર બનમાં બાંધ્યા છે અને સાથે જ લીલા અને સોનેરી રંગની જવેલરી પણ પહેરી છે.

Image Source : (Sunayana Fozdar Instagram)

ફોટોમાં સુનૈના પોતાની સ્ટાઈલિશ અને સુંદર જવેલરી ખુબ જ શાનદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં તે અલગ અલગ પોઝ આપતા પણ દેખાઈ રહી છે.

Image Source : (Sunayana Fozdar Instagram)

સુનૈનાએ આ દિલચસ્પ તસવીરો સાથે એક ખાસ કેપશન પણ આપ્યું છે, તેને લખ્યું છે: “ડ્રેસ અપ કરીને ક્યાં જઈ રહી છું? હા હા .. ક્યાંય નહીં !! મને ડ્રેસ અપ કરવા માટે કોઈ બહાનું નથી જોવતું. જયારે જવેલરી આટલી સુંદર હોય.”

Image Source : (Sunayana Fozdar Instagram)

સુનૈનાની આ તસવીરો ઉપર રોશન ભાભી એટલે કે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલાની પણ કોમેન્ટ મળી છે. તેમને સુનૈનાના રેટ્રો લુકની ખુબ જ પ્રશંસા કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.