સબ ટીવીનો લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ઘણીવાર ચર્ચામાં રહેતો હોય છે. શોમાં ઘણા દિવસોમાં ટ્વીટ્સ અને ટર્ન જોવા મળતા હોય છે. ત્યાં જ વર્ષ 2020ના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરે શોમાં પાર્ટીનો માહોલ જોવા મળ્યો હતો.

આ શોના સ્ટાર્સે સાથે જ મળીને ન્યુ યર સેલિબ્રેશન કર્યુ હતું. આ પાર્ટીના ફોટોઝ શોની અભિનેત્રી અંજલિ ભાભી એટલે કે સુનૈના ફોજદારે શેર કર્યા હતા. આ ફોટોઝમાં સુનૈના બોલ્ડ નજરે પડી રહી છે, અને તેની સાથે તેના કેટલાક કો-સ્ટાર્સ પણ નજરે પડી રહ્યા છે.

નોંધનીય છે કે, સુનૈનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં સુનૈના ન્યુ યર પાર્ટી સેલિબ્રેટ કરતી નજરે પડી રહી છે. જે પણ તસવીરો સુનૈના દ્વારા શેર કરવામાં છે તે તેમાં ગ્રીન કલરના સ્ટાઇલિશ ગાઉનમાં નજરે પડી રહી છે અને ખૂબ જ ગ્લેમરસ પણ લાગી રહી છે. ફોટોઝમાં તે તેના ઓનસ્ક્રીન પતિ તારક મહેતા એટલે કે શૈલેશ લોઢા સાથે દેખાઇ રહી છે.
સુનૈનાએ શોના જેઠાલાલ એટલે કે એટલે કે અભિનેતા દિલીપ જોશી સાથે પણ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં દિલીપ જોશી ગ્રે રંગના આઉટફિટમાં નજરે પડી રહ્યા છે. સોનુ એટલે કે અભિનેત્રી પલક સિદ્ધવાની પણ આ ફોટોમાં જોવા મળી રહી છે.
આ ઉપરાંત પણ ફોટોઝમાં તારક મહેતાના કેટલાક સ્ટાર્સ નજરે પડ્યા હતા. બધા જ સ્ટાર્સ પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા હતા.