ખબર મનોરંજન

તારક મહેતાના નવા ‘અંજલિ ભાભી’ નો શાનદાર લુક આવ્યો સામે, ક્યૂટ અંદાજ જોઈને ચાહકો થઇ ગયા પાગલ

7 તસ્વીરો જોઈને જુના અંજલિ ભાભીને ભૂલી જશો

ટીવીની સૌથી પ્રખ્યાત અને લાંબા સમયથી દર્શકોને મનોરંજન કરાવનાર ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. આ શોના પાત્રો પણ દર્શકોનું દિલ જીતતા આવ્યા છે. સમય સાથે આ શોના કેટલાક પાત્રોમાં બદલાવ થતા પણ જોવા મળ્યા છે. બદલાયેલા ઘણા પાત્રો દર્શકોને પસંદ નથી પણ આવ્યા તો કેટલાક પાત્રોએ થોડા સમયમાં જ પોતાની અલગ નામના બનાવી લીધી છે.

Image Source (Sunayana Fozdar Instagram)

એવું જ એક પાત્ર છે શોના અંજલિ ભાભીનું. જેને થોડા સમય પહેલા જ રિપ્લેસ કરવામાં આવ્યું છે અને હવે અંજલિ ભાભીના પાત્રમાં અભિનેત્રી સુનૈના ફોજદાર જોવા મળી રહી છે. સુનૈના ખુબ જ સ્ટાઈલિશ અને બોલ્ડ છે. અને તેના આ અંદાજથી જ તે ચાહકોને પોતાના દીવાના પણ બનાવે છે. જેના કારણે શોમાં પણ આ નવા અંજલિ ભાભી દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

Image Source (Sunayana Fozdar Instagram)

સુનૈના ફોજદાર સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેઓ ચાહકો સાથે શેર કરતા રહે છે. જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવે છે. હાલમાં જ સુનૈનાએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકો પાગલ થઇ રહ્યા છે.

Image Source (Sunayana Fozdar Instagram)

સુનૈનાએ હાલમાં જ પોતના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્ડ શર્ટ અને યલો સ્ક્ર્ટમાં નજર આવી રહી છે. આ તસ્વીરમાં તે ખુબ જ બોલ્ડ લાગી રહી છે. સોશિયલ મીડિયામાં પણ આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

Image Source (Sunayana Fozdar Instagram)

આ તસ્વીર શેર કરવાની સાથે સુનૈનાએ કેપશનમાં લખ્યું છે, “તેઓ તેને શું કહી રહ્યા છે ? તેને કહ્યું તડકો !” સુનૈનાની આ તસ્વીર ઉપર હજારો લોકોએ લાઈક કરી છે અને કોમેન્ટમાં પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.