માધવીથી લઇને રીટા રિપોર્ટર સુધી, આ છે તારક મહેતાની મહિલા મંડળીના રિયલ લાઇફમાં પતિ

“તારક મહેતા”ની આ અભિનેત્રીઓ છે રિયલ લાઇફમાં બિલકુલ અલગ, જોઇને ઓળખવી પણ મુશ્કિલ

ટીવીનો લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સતત 12 વર્ષોથી ટેલિવિઝન પર પ્રસારિત થઇ રહ્યો છે. તેમજ આ શોને દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો છે.

થોડા સમય પહેલા જ શોએ તેના 3 હજાર એપિસોડ પૂરા કર્યા છે. આ શોના બધા જ પાત્રોને દર્શકોનો પ્રેમ મળ્યો છે, ત્યારે આજે આપણે જોઇશુ શોના મહિલા પાત્રો વિશે, કે તેઓ રિયલ લાઇફમાં કેવા છે.

1.દિશા વાકાણી
દયાબેનનુ પાત્ર ભજવનાર દિશા વાકાણી ઘણા સમયથી શોમાં નથી. વર્ષ 2017માં તેણે તેની પ્રેગ્નેંસીને કારણે શો છોડી દીધો હતો. તે બાદ ઘણીવાર એવી ખબર આવી કે, તે શોમાં વાપસી કરી રહી છે પરંતુ અત્યાર સુધી આવુ થયુ નહિ.

આ શોમાં દયાબેનનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તે જ કારણે દર્શકોને લાગે છે દયાબેન જલ્દી જ શોમાં વાપસી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani)

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં તેઓ હંમેશા સાડીમાં જોવા મળે છે પરંતુ તેમનો મોર્ડન લુક ઘણો ગ્લેમરસ છે. દર્શકોએ દયાબેનને ભાગ્યે જ મોર્ડન લુકમાં જોયા હશે. દિશા વાકાણીના લગ્ન થઇ ચૂકયા છે અને તેમના પતિનું નામ મયૂર પડિયા છે, જે બિઝનેસમેન છે.

2.સોનાલિકા જોશી
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ટુકરામ ભિડેની પત્નીનો રોલ પ્લે કરનાર માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશી…

 

View this post on Instagram

 

A post shared by Sonalika Joshi (@sonalikajoshi)

આ શોમાં સોનાલિકાને સાડીમાં જોવામાં આવે છે, પરંતુ તે રિયલ લાઇફમાં ઘણી સ્ટાઇલિશ છે. તે આ શોમાં સતત 12 વર્ષોથી જોડાયેલી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોનાલિકા જોશીએ મરાઠી થિયેટરમાં કામ કરી તેના કરિયરની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonalika Joshi (@sonalikajoshi)

તે મરાઠી ફિલ્મો અને જાહેરાતોનો પણ ભાગ રહી ચૂક્યા છે. તે અનેક મરાઠી ધારાવાહિકમાં પણ જોવા મળેલી છે. અભિનેત્રી સોનાલિકાએ સમીર જોશી સાથે લગ્ન કર્યા છે. તે ઘણીવાર પતિ સાથેની તસવીર શેર કરતી હોય છે.

3.જેનિફર મિસ્ત્રી
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં મિસેજ રોશન સોઢીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીને તો તમે જાણતા જ હશો. પરંતુ તેનો ગ્લેમરસ અંદાજ તમને શોમાં જોવા મળતો નથી પરંતુ તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે.

જેનિફરના પતિનું નામ બોબી બંસીવાલ છે. તે એક અભિનેતા છે. જેનિફર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર પતિ અને દીકરી સાથે તસવીરો શેર કરતી રહે છે.

4.અંબિકા રંજનકર
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોમાં હંસરાજ હાથીની પત્નીનું પાત્ર અંબિકા રંજનકર નિભાવે છે. તે તેના પાત્રમાં પરફેકટ લાગે છે. પરંતુ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક મોર્ડન તસવીર પણ શેર કરી છે.

અંબિકા રંજનકરના પતિનું નામ અરુણ રંજનકર છે. તે એક મશહૂર નિર્દેશક અને અભિનેતા છે. અંબિકાને એક દીકરો પણ છે જેનું નામ અથર્વ છે.

5.સુનૈના ફોજદાર
શોમાં તારક મહેતાની પત્ની અંજલિ ભાભીનું પાત્ર નિભાવનાર સુનૈના ફોજદાર રિયલ લાઇફમાં ઘણી જ મોર્ડન છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

સુનૈના ઘણીવાર તેની તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે.સુનૈના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેમની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

Shah Jina