“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.આ શોના કલાકારો પમ ઘણા વર્ષોથી આ શો સાથે સંકળાયેલા છે અને શોમાં છેલ્લા કેટલાક સમયમાં થોડા બદલાવ પણ આવ્યા છે અને તેમાં કેટલાક નવા પાત્રો ઉમેરાયા છે, આ પાત્રોનો પણ હવે દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. ત્યારે ચાહકો આ શોના કલાકારોની પર્સનલ લાઇફ વિશે જાણવા ઇચ્છે છે. એટલું જ નહિ ચાહકો તેમની જૂની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શોધતા રહે છે. તો, ચાલો આજે અમે તમને બતાવીશુ શોના કલાકારોની જૂની તસવીરો.
1.દિલીપ જોશી (જેઠાલાલ) : શોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને ચાહકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. જેઠાલાલનું પાત્ર નિભાવનાર દિલીપ જોશી ઘણા સિનિયર અભિનેતા છે. તે કેટલી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. પરંતુ જેઠાલાલના પાત્રથી તેઓ ફેમસ થઇ ગયા છે. તેમને આ પાત્રમાં ઘણા પસંદ પણ કરવામાં આવે છે. તેમની એક જૂની તસવીર ઘણી વાયરલ થઇ રહી છે, જેમાં તેઓને ઓળખવા પણ મુશ્કેલ થઇ રહ્યા છે.
2.દિશા વાકાણી (દયાભાભી) : દયાભાભી એટલે કે દિશા વાકાણી ભલે છેલ્લા કેટલાક સમયથી શોમાં નથી પરંતુ દર્શકો આજે પણ તેમને યાદ કરે છે. આજે પણ તે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. દિશા વાકાણીની તસવીર જોવા માટે ચાહકો બેતાબ રહે છે. એવામાં તેમની એક જૂની તસવીર સામે આવી છે. આ તસવીરમાં તે ખૂબ જ ક્યુટ જોવા મળી રહ્યા છે.
3.શૈલેશ લોઢા (તારક મહેતા) : શોમાં તારક મહેતાનું પાત્ર નિભાવતા શૈલેશ લોઢા જેઠાલાલના ફાયર બ્રિગેડ અને પરમ મિત્ર છે. શૈલેશ લોઢા અસલ જીવનમાં કવિ છે અને શોમાં પણ લેખક બન્યા છે. તેમની એક જૂની તસવીર સામે આવી છે, આ તસવીર જોતા એવુ લાગી રહ્યુ છે કે, આ તસવીર કોલેજ દિવસની છે.
4.શ્યામ પાઠક (પોપટલાલ) : શોમાં પત્રકાર પોપટલાલનું પાત્ર નિભાવનાર શ્યામ પાઠકની જવાનીની તસવીર સામે આવી છે. તે તસવીરમાં ઘણા અલગ દેખાઇ રહ્યા છે. તેઓ ફેશનેબલ પણ લાગી રહ્યા છે.
5.મંદાર ચાંદવડકર (આત્મારામ ભિડે) : શોમાં ટીચર અને સોસાયટીના સેક્રેટરીનો રોલ પ્લે કરતા મંદાર તેમની જવાાનીમાં કંઇ કમ નથી લાગી રહ્યા, તેમના માથા પર પણ ઘણા વાાળ દેખાઇ રહ્યા છે. તસવીરમાં તો તે ઓળખમાં પણ નથી આવતા.
6.સોનાલિકા જોશી (માધવી ભાભી) : શોમાં માધવી ભાભીનું પાત્ર નિભાવાતી સોનાલિકા જોશીની પણ જૂની તસવીર સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર અને એકદમ ક્યુટ જોવા મળી રહી છ. તેમની મુસ્કાન ઘણી જ પ્રેમાળ છે.
7.નિર્મલ સોની (ડો. હાથી) : શોમાં ડો.હાથીનું પાત્ર નિભાાવતાા નિર્મલ સોની બાળપણમાં ઘણા ક્યુટ હતા. તેમના બાળપણની એક ઘણી ક્યુટ તસવીર સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે, બાળપણમાં પણ તેમનું વજન વધારે જ હતુ.
8.અંબિકા રાજનકર (કોમલભાભી) : શોમાં કોમલ ભાભી અને ડો. હાથીની પત્નીનું પાત્ર નિભાવનાર અંબિકા રાજનકરની પણ એક જૂની તસવીર સામે આવી છે. તેમના ચહેરામાં કોઇ બદલાવ લાગતો નથી, પરંતુ તેમણે વેટ જરૂર પુટ ઓન કર્યુ છે.
9.જેનિફર મિસ્ત્રી (રોશનભાભી) : શોમાં રોશનભાભીનું પાત્ર નિભાવતી જેનિફર મિસ્ત્રી આજની જેમ જ યંગ એજમાં પણ ઘણી ખૂબસુરત લાગી રહી છે. તેની પણ જૂની તસવીર સામે આવી છે નાના વાળ સાથે આજે પણ તેની સ્ટાઇલ પહેલાની જેમ જ છે.