હાલની ઘણી બધી દૈનિક ધારાવાહિકમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સૌની મનગમતી ધારાવાહિક છે. છેલ્લા 12 વર્ષથી આ ધારાવાહિક અને ધરાવાહિકના પાત્રો દર્શકોના દિલમાં રાજ કરી રહ્યા છે.
તો આ શોની અંદર અભિનય કરનારા પાત્રોનું અંગત જીવન પણ ખુબ જ રસપ્રદ છે. તેમના જીવનનો સંઘર્ષ પણ ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે. આજ શોના એવા જ એક લોકપ્રિય અને જેને પોતાની મહેનત દ્વારા આજે મોટું નામ કમાઈ લીધું છે એવા “અબ્દુલ ભાઈ”ના જીવન વિશે જાણીશુ.

તારક મહેતામાં અબ્દુલનું પાત્ર અભિનેતા શરદ સાંકલાએ ભજવ્યું છે. આ ધારાવાહિક દ્વારા તે પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યા છે. શરદ એન્ટરટેટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 30 વર્ષથી કામ કરી રહ્યો છે. અને આ દરમિયાન તે 35 ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યો છે. પરંતુ તેને જે ઓળખ તારક મહેતા દ્વારા મળી તે બીજે ક્યાંયથી ના મળી.

પરંતુ અહીંયા સુધી પહોંચવાનો રસ્તો શરદ માટે એટલો સરળ નહોતો. તેને પોતાના અભિનયની શરૂઆત વર્ષ 1990માં ફિલ્મ “વંશ” દ્વારા કરી હતી. ખબરો પ્રમાણે એ ફિલ્મ માટે અબ્દુલને માત્ર 50 રૂપિયા મળતા હતા.
એ ફિલ્મ બાદ તેને “બાદશાહ”, “બાજીગર” જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું. મોટા કલાકારો સાથે કામ કરવા છતાં પણ શરદના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેની પાસે કોઈ કામ જ નહોતું.

શરદે 8 વર્ષ સુધી કામ વગર જ પોતાનું જીવન વિતાવ્યું. એ સમયે ઘર ચલાવવા માટે શરદે કાસ્ટિંગ ડાયરેક્ટર અને આસીટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું. એ સમયે શરદે કેટલીક ફિલ્મોમાં કૈમિયો રોલ પણ કર્યા.

ત્યારબાદ શરદને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”માં કામ મળ્યું, ત્યારબાદ શરદે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. ખબરો પ્રમાણે શરદને તારક મહેતામાં એક એપિસોડ માટે 35-40 હજાર મળે છે.

આજે શરદનું મુંબઈમાં પોતાનું એક સુંદર ઘર છે. તેમજ તે બે રેસ્ટોરન્ટનો માલિક પણ શરદ આજે બની ગયો છે.