દર્શકોના સૌથી મનગમતા શો “તારક મહેતા…”ના 3500 એપિસોડ થયા પુરા, સ્ટારકાસ્ટે ખાસ અંદાજમાં કરી ઉજવણી, જુઓ તસવીરો

ટીવી ઉપર ઘણા બધા શો રોજ પ્રસારિત થતા હોય છે, જેમાં ઘણા શો એવા હોય છે જેને મોટાભાગના લોકો નિહાળવાનું ચુકતા નથી, અને દર્શકો દ્વારા આવા શોને ભરપૂર પ્રેમ પણ આપવામાં આવે છે. એવો જ એક શો છે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”. આ શો ટીઆરપી લિસ્ટમાં પણ હંમેશા ટોપ ઉપર રહે છે. ત્યારે આ શોએ હાલમાં જ 3500 એપિસોડ પૂર્ણ કર્યા છે, જેની ઉજવણી ખુબ જ ધામધૂમથી થઇ હતી.

આ ખાસ દિવસની ઉજવણી ટેલિવિઝન શોના કલાકારોએ સુંદર રીતે શણગારેલા સેટ પર કેક કાપીને કરી હતી. આ પ્રસંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં કલાકારો એકબીજા સાથે એન્જોય કરતા જોઈ શકાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 3500 એપિસોડ સુધી ઘણા કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું છે. જ્યારે કેટલાક કલાકારોનું અવસાન થઈ ગયું છે.

આમ છતાં દર્શકો દ્વારા આ શોને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ટપ્પુ સેના ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેમને 3500 લખેલા ફુગ્ગા સામે પોઝ આપ્યા. સમય શાહ અને પલક સિધવાણી બલૂનની ​​સામે ઉભેલા જોવા મળે છે.  પલક સિધવાણી સોનુ અને સમય શાહ ગોલીની ભૂમિકા ભજવી રહ્યા છે. અન્ય તસ્વીરોમાં પલક અને સમય શોના ડિરેક્ટર માલવ રાજદા સાથે મસ્તી કરતા જોઈ શકાય છે.

પલક સિધવાણીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા એક સંદેશ પણ લખ્યો છે. તેણે લખ્યું છે, “આ શોનો ભાગ બનવું એ મારા માટે આશીર્વાદથી ઓછું નથી. તમારા બધાને ઘણા આશીર્વાદ.”  આ પ્રસંગે એક સુંદર કેક પણ ઓર્ડર કરવામાં આવી હતી. જેના પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાડા ત્રણ હજાર હેપ્પીસોડ્સ લખવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેના પર થેન્ક યુ લખવામાં આવ્યું હતું. શોના ડિરેક્ટર માલવ રાજદાએ પણ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમને જણાવી દઈએ કે આ સીરિયલનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ પ્રસારિત થયો હતો. ત્યારથી તે લોકોને નોનસ્ટોપ હસવાની થેરાપી આપી રહ્યો છે. પરંતુ, છેલ્લા 14 વર્ષમાં પણ આ સિરિયલના કેટલાક એવા રહસ્યો છે જેના પરથી પડદો ઉંચકાયો નથી. આ શોને ઘણા કલાકારોએ અલવિદા પણ કહી દીધું છે અને નવા કલાકારોએ તેમની જગ્યા પણ લઇ લીધી છે.

Niraj Patel