અરે બાપ રે….હોટ TMC સાંસદ મિમિ વેક્સિન લીધા પછી કઈ રીતે બીમાર પડી? આખરે ફૂટ્યો ભાંડો

સૌથી સુંદર સંસદ મિમિની તબિયત બગડી ગઈ, વેક્સીન લેતી વખતે થઇ ગયો આ કાંડ

કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે દેશભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે, પરંતુ આ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ પણ આવી રહ્યા છે, જે ખુબ જ હેરાન કરી દેનારા છે. હાલમાં જ નકલી વેક્સિનના કારણે ટીએમસી સાંસદ અને અભિનેત્રીની તબિયત લથડી હોવાની ખબર ચર્ચામાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ફર્જી ટીકાકરણ કેમ્પનો શિકાર થયેલી તૃણમૂલ કોંગ્રેસની સાસંદ મિમિ ચક્રવર્તીની તબિયત શનિવારના રોજ ખરાબ થઇ હતી. તેને ચાર દિવસ પહેલા જ શહેરના કસ્બા વિસ્તારમાં આયોજિત એક કેમ્પની અંદર વેક્સિન લગાવી હતી.

જો કે વેક્સિન લીધા બાદ જ તેને ગડબડની શંકા થઇ હતી અને તેને પોલીસમાં ફરિયાદ કરી હતી. જયારે આ મામલાની તપાસ શરૂ થઇ તો તે વેક્સિન ઘોટાળાના રૂપમાં સામે આવ્યું. હાલમાં મિમીની સારવાર તેના ઘરે ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મિમિ ચક્રવર્તી વેક્સિન લીધા બાદ બીમાર થઇ ગઈ હતી. શનિવારે સવારે જ ડોક્ટર તેના ઘરે પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પેટમાં વધુ દુઃખાવો અને વધારે પડતો પરસેવો વહેવા સમેત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક પરેશાની તેને થઇ રહી હતી.

મિમીને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ પણ આપવામાં આવી હતી. પરંતુ તેને ઘરે જ સારવાર કરાવવાની વાત જણાવી. રિપોર્ટ પ્રમાણે મિમીને પહેલા સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે શું સંભવિત એન્ટી બેક્ટેરિયલ ઈન્જેક્શનના કારણે તેને કોઈ વિપરીત દુષ્પ્રભાવ થઇ રહ્યો છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં ટીએમસી સાંસદને વેક્સિનેશન કેમ્પમાં આમંત્રિત કરવામાં આવી હતી. તેને કહ્યું કે વેક્સિન બાદ એસએમએસ ના આવવા ઉપર તેને આ પ્રક્રિયા ઉપર શંકા થઇ હતી.

તેને સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી કે વેક્સિન ભલે નકલી હતી, પરંતુ તે હાનિકારક નહોતી. સાંસદે જણાવ્યું કે કેમ્પમાં ઉપયોગમાં લેવામાં આવનાર વાયલ્સને તપાસ માટે લેબમાં મોકલી દેવામાં આવી છે. જેનું પરિણામ 4-5 દિવસમાં આવી જશે.

Niraj Patel