ટીવીના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે, આ શોના પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે, તો ચાહકો પણ આ શોના પાત્રોના અંગત જીવન વિશે જાણવા માંગતા હોય છે. આજે અમે તમને તારક મહેતા શોની સ્ટારકાસ્ટના બાળકો વિશે જણાવીશું.
1. દિલીપ જોશીની દીકરી નિયતિ જોશી:
તારક મહેતા શોનું મુખ્ય પાત્ર દિલીપ જોશીની દીકરી નિયતિ જોશીએ હાલમાં જ લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં પણ તેના લગ્ન ખુબ જ ચર્ચાનો વિષય બન્યા હતા. જેની ઘણી તસવીરો પણ વાયરલ થઇ હતી. નિયતિ જોશીના લગ્ન યશોવર્ધન મિશ્રા સાથે થયા. જે જાણીતા લેખક અશોક મિશ્રાનો દીકરો છે.
2. દિશા વાંકાણીની દીકરી સ્તુતિ:
દિશા વાંકાણીએ સ્તુતિના જન્મ પહેલા તારક મહેતા શોમાંથી મેટરનિટી લિવ લીધી હતી, પરંતુ દીકરીના જન્મને ચાર વર્ષ થયા હોવા છતાં પણ તે હજુ સુધી શોમાં પરત નથી ફર્યા, ના શોના મેકર્સ દ્વારા તેમના પાત્રને રિપ્લેસ કરવામાં આવ્યું છે. દિશા વાંકાણી શોમાં દયાબેનના પાત્રમાં જોવા મળ્યા હતા. તેમની દીકરી સ્તુતિ ખુબ જ ક્યૂટ છે અને તેની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.
3. શૈલેષ લોઢાની દિકરી સ્વરા:
તારક મહેતા શોની અંદર તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા શૈલેષ લોઢાની દીકરીનું નામ સ્વરા છે. શૈલેષ લોઢાની પત્નીનું નામ સ્વાતિ છે અને શૈલેષ લોઢા અને સ્વાતિ બંને લેખનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તો તેમની દીકરી સ્વરા પણ તેના માતા-પિતાની જેમ જ એક લેખિકા છે.
4. અમિત ભટ્ટના બંને દીકરાઓ:
તારક મહેતામાં બાપુજીનું પાત્ર નિભાવીને પોતાની આગવી ઓળખ બનાવનારા અભિનેતા અમિત ભટ્ટનો ચાહક વર્ગ પણ ખુબ જ વિશાળ છે, તેમની પત્નીનું નામ કૃતિ છે અને તેમને જોડિયા પુત્રો છે. જેમના નામ દેવ ભટ્ટ અને દીપ ભટ્ટ છે. તે બંને એકવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડમાં પણ દેખાયા હતા.
5. શ્યામ પાઠકના બે દીકરા અને એક દીકરી:
તારક મહેતામાં કુંવારા બતાવવામાં આવી રહેલા પત્રકાર પોપટલાલને ટીવીમાં જોવા દર્શકોને ખુબ જ પસંદ આવે છે. દર્શકો એવી ઈચ્છા રાખીને બેઠા છે કે તેમના લગ્ન જલ્દી થઇ જાય. પરંતુ હકીકતમાં પોપટલાલ પરણેલા છે અને તેમને ત્રણ બાળકો પણ છે. તેમની પત્નીનું નામ રેશમી પાઠક છે અને તેમને બે દીકરા પાર્થ અને શિવમ અને એક દીકરી નિયતિ છે.
6. મંદાર ચંદવાદકરનો દીકરો પાર્થ:
ગોકુલધામ સોસાયટીના એકમાત્ર ચેરમેન માસ્તર ભીડેનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા મંદાર ચંદવાદકરને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. મંદારની પત્નીનું નામ સ્નેહલ ચંદવાદકર છે અને તેમના દીકરાનું નામ પાર્થ છે. મંદાર તેમના દીકરા સાથે સોશિયલ મીડિયામાં ઘણી તસવીરો પણ શેર કરે છે જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે.