ટાઇટેનિક વિશે તો આપણે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે અને જોયું છે. આપણે ફિલ્મની વાત નથી કરી રહ્યા પણ હકીકતના ટાઇટેનિક જહાજ વિષે તમને જણાવી રહ્યા છીએ, આ જહાજ ડૂબવા ઉપ્પર ફિલ્મ બની હતી અને તે ખુબ જ લોકપ્રિય પણ રહી હતી.

દુનિયાના સૌથી મોટા જહાજ ટાઇટેનિકને ડુબ્યાને 108 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. લોકોએ એ પણ શોધી લીધું છે કે આ જહાજ કઈ જગ્યા ઉપર ડૂબેલું છે. તેનો કાટમાળ પણ લોકોએ શોધી લીધો છે. પરંતુ હજુ સુધી તેના કાટમાળને બહાર કાઢવામાં નથી આવ્યો. આ વાત કોઈને ખબર નહીં હોય કે તે કાટમાળને કેમ બહાર નથી કાઢવામાં આવ્યો, પરંતુ આજે આપણે તેનું એ રહસ્ય ઉકેલીશું. જે જાણીને તમે હેરાન રહી જશો.

દુનીયાંનું સૌથી હોતું જહાજ 10 એપ્રિલ 1912ના રોજ પોતાની પહેલી યાત્રા માટે સાઉથૈમ્પટન બંધારથી ન્યુયોર્ક આવવા માટે રવાના થયું હતું, પરંતુ બે દિવસ બાદ જ એટલે કે 14 એપ્રિલ 1912ના રોજ તે ઉત્તર એટલાન્ટિક મહાસાગરના એક હિમખંડ સાથે અથડાયું હતું અને તેના બે ટુકડા થઇ ગયા હતા. અને તેનો કાટમાળ 3.8 કિલોમીટરની ઊંડાઈમાં સમાઈ ગયો હતો.

આ દુર્ઘટનાની અંદર લગભગ 1500 જેટલા લોકો મૃત્યુ પામ્યાં હતા. આ દુર્ઘટનાને એ સમયની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટનાઓમાંની એક દુર્ઘટના માનવામાં આવે છે. લગભગ 70 વર્ષ સુધી તેનો કાટમાળ એ જગ્યા ઉપર જ કોઈના સ્પર્શ વિના જ પડ્યો રહ્યો. પહેલીવાર વર્ષ 1985માં ટાઇટેનિકના કાટલામાલને શોધકર્તા રોબર્ટ બલાર્ડ અને તેની ટીમે શોધી લીધો.

આ જહાજ જે જગ્યા ડૂબ્યું હતુંતે જગ્યાએ ખુબ જ અંધારું છે. અને સમુદ્રના ઊંડાણમાં તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. હવે આટલા બધા ઊંડાણમાં કોઈ માણસનું જવું અને સુરક્ષિત રીતે પાછું આવવું ખુબ જ મુશ્કેલ કામ છે. એવામાં જહાજનો કાટમાળ બહાર કાઢવો ખુબ જ દૂરની વાત છે. અને એમ પણ આ જહાજ એટલું ભારે હતું કે લગભગ ચાર કિલોમીટરના ઊંડાણમાં જઈને તેના કાટમાળને કાઢીને બહાર લાવવો લગભગ અશક્ય છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રની અંદર હવે ટાઇટેનિકનો કાળમાળ વધુ સમય સુધી ટકી પણ નહિ શકે કારણ કે તે હવે ઝડપથી ઓગળી રહ્યો છે.જાણકારોના કહ્યા પ્રમાણે આવતા 20-30 વર્ષની અંદર ટાઇટેનિકનો કાટલાંલ સંપૂર્ણ રીતે ઓગળી જશે. અને સમુદ્રના પાણીમાં વિલીન થઇ જશે.

સમુદ્રની અંદર જોવા મળતા બેક્ટેરિયા ઝડપથી તેની લોખંડની રચનાને કોતરી નાખે છે, જેના કારણે તેને કાટ લાગી રહ્યો છે. બીબીસીના એક અહેવાલ પ્રમાણે, કાટનું કારણ બનેલા આ બેક્ટેરિયા દરરોજ લગભગ 180 કિલો કાટમાળ ખાઈ જાય છે. આ જ કારણે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ટાઇટેનિકની ઉંમર વધુ લાંબી નથી બચી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.