જાણીતી મ્યુઝિક કંપની ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારની પિતરાઇ બહેન અને એક્ટર કૃષ્ણ કુમારની દીકરી તિશા કુમારનું 5 મહિના પહેલા અવસાન થયું હતું. તિશાના અચાનક નિધનથી ઘણી અફવાઓ ચાલી રહી હતી. ત્યારે, 5 મહિના બાદ એવું સામે આવ્યું છે કે તિશાના મૃત્યુ પાછળનું કારણ કેન્સર નહીં પરંતુ કઈક બીજું જ હતું.
તિશા કુમારના માત્ર 20 વર્ષ ઉંમરેની નિધનથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો. માતા-પિતાની એકની એક દીકરી તેમની કરોડોની સંપતિની એક માત્ર વારીસ હતી. તાજેતરમાં જ માતા તાન્યા સિંહે તિશાના મૃત્યુ પર એક મોટો ખુલાસો કર્યો છે.
તિશાને લઈને માતા તાન્યાની પોસ્ટ
તિશા કુમારની માતા તાન્યાએ ઇન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે પહેલીવાર કહ્યું હતું કે તિશાનું મૃત્યુ કેન્સરના લીધે નથી થયું . તેણે તિશાના નિધન પાછળ મેડિકલ સ્ટાફની બેદરકારી ગણાવી છે. તેમણે પોસ્ટમાં તિશાની હિંમત વિશે લખતા કહ્યું કે તિશા સ્ટ્રોંગ હતી અને તે દરેક બાળકને પણ સ્ટ્રોંગ જોવા માંગતી હતી.
કેન્સરથી નહી તો શા કારણે થયું તિશાનું અવસાન ?
તાન્યાએ તિશાને લઈને લાંબી નોટ લખી છે, “ઘણા લોકોએ મને પૂછ્યું કે શું થયું? તો હું તમને સાચું જણાવવા માંગુ છું. આ વાત દરેકની દ્રષ્ટિ પર આધાર રાખે છે. જ્યારે એક માસૂમ પર બીજાના ખરાબ કર્મોના લીધે અસર થાય છે તો વાત વધુ વણસી છે. પણ કોઈ પોતાના કર્મોથી બચી શકશે નહીં” સ્વાભાવિક રીતે એકની એક દીકરીના અવસાનને લીધે તાન્યાને આઘાત લાગ્યો છે ત્યારે તેણે કહ્યું છે કે ખાલી એક જ મેડિકલ સ્ટાફ નહીં પરંતુ, સારી-ખરાબ નજર પણ આમાં અસર કરે છે અને કોઈપણ વ્યક્તિ તેના ખરાબ કર્મનું ફળ ભોગવ્યા વિના નહિ રહે.
તાન્યા એ વધુમાં લખ્યું છે કે તિશા ખૂબ સ્ટ્રોંગ હતી, માત્ર 15 વર્ષની ઉંમરે તેને કેન્સર ડિટેક્ટ થયા બાદ છેક છેલ્લે સુધી તે હિંમતથી લડી. તેણે પોતાની જિંદગી શાંતિપૂર્ણ રીતે વિતાવી. વધુમાં તેણે કહ્યું કે નાની મોટી જે પણ ઉંમરના લોકોને કેન્સર થાય તો તરત જ કીમોથેરાપી કે બોન મેરો કે બાયોપ્સી કરાવતા પહેલા 2 થી 3 બીજા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ઉપરાંત તેણે કહ્યું કે, બીજા ઓપિનિયન અમારી પાસે આવે એ પહેલા જ આ બધા ચક્કરમાં ફસાઈ ગયા હતા અને હું પ્રાર્થના કરું છું કે કોઈ પણ નાદાન બાળકને આવી સ્થિતિનો સામનો ના કરવો પડે.
View this post on Instagram