‘તારે જમીન પર’માં ઇશાનની મમ્મી બની હતી ટિસ્કા ચોપરા, કરણ જોહરની ઓફિસ બહાર એવા કુલ અંદાજમાં થઇ સ્પોટ કે…લોકો જોતા જ રહી ગયા

બોલિવુડની જાણિતી અભિનેત્રી ટિસ્કા ચોપરા તેના બોલ્ડ અંદાજ અને નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. તે ડિઝની પ્લસ હોટસ્ટારની સીરીઝ દહનમાં જોવા મળી હતી. તેણે તારે જમીન પર અને જુગ જુગ જિયો સિવાય ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. અભિનેત્રી ત્યારે વધુ પોપ્યુલર થઈ કે જ્યારે ફિલ્મ ‘તારે જમીન પર’માં જોવા મળી હતી. તે બાદ તેણે ‘દિલ તો બચ્ચા હે જી’ કરી અને પછી તે વરુણ ધવન-કિયારા સ્ટારર ફિલ્મ ‘જુગજુગ જિયો’માં જોવા મળી હતી.

થોડા સમય પહેલા તે કરણ જોહરની ઓફિસ ધર્મા પ્રોડક્શન બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે ડિસેમ્બર 2022નો છે. ફિલ્મોમાં પોતાની અદાકારીથી લોકોનું ધ્યાન ખેંચનાર ટિસ્કા ચોપરા તેના ગ્લેમ લુક્સને કારણે ચર્ચામાં રહે છે.અભિનેત્રી લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતનાર ટિસ્કાના અંગત જીવનની વાત કરીએ તો, તેણે એર ઈન્ડિયામાં પાઈલટ સંજય ચોપરા સાથે લગ્ન કર્યા હતા.

અભિનેત્રીના પતિ પાઇલટની સાથે લેખક પણ છે. સંજય અને ટિસ્કાની પહેલી મુલાકાત મુંબઈમાં જ થઈ હતી. અભિનેત્રી એક પુત્રીની માતા પણ છે. ટિસ્કાએ તેની લાંબી ફિલ્મ કારકિર્દી દરમિયાન ઘણી ફિલ્મો અને શોમાં કામ કર્યું છે. તારે જમીન પર, હૈદરાબાદ બ્લૂઝ 2, માયા બજાર, રહસ્ય જેવા શોમાં જોવા મળ્યા બાદ, તે જુગ જુગ જિયોમાં મીરા મેમના રોલમાં જોવા મળી હતી. આ સિવાય વેબ સિરીઝ દહનમાં પણ તે જોવા મળી હતી.

અભિનેત્રીએ પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલમાં અમીટ છાપ છોડી છે. ટિસ્કા મોટાભાગની ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હોવા છતાં, દરેક વ્યક્તિ તેના અભિનયના ચાહક છે. તેની લવ સ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે. મુંબઈની એર ઈન્ડિયા હોસ્ટેલમાં રહેતો સંજય તેના મિત્રો સાથે ભાડા પર ફ્લેટ શોધી રહ્યો હતો. આ દરમિયાન એર હોસ્ટેસ હોસ્ટેલમાં રહેતી અભિનેત્રી ટિસ્કાનો મિત્ર પણ ફ્લેટ શોધી રહ્યો હતો.

આવી સ્થિતિમાં સંજય અને ટિસ્કાના મિત્રો એક સાથે ફ્લેટની શોધમાં હતા. ઘણા કલાકો સુધી ફ્લેટની શોધ કર્યા પછી, ટિસ્કાના મિત્રએ સંજયને કહ્યું કે તેની એક અભિનેત્રી મિત્ર તે જ વિસ્તારમાં રહે છે, ત્યારબાદ બંને અભિનેત્રીના ઘરે ચા પીવા ગયા અને આ સમય દરમિયાન જ ટિસ્કા અને સંજય પ્રથમ વખત મળ્યા હતા. અભિનેત્રીને જોઈને સંજય તેના દેખાવ, વાતચીતના સ્વર અને તેના વલણથી પ્રથમ નજરમાં પ્રભાવિત થઈ ગયો. આ પછી બંનેએ ફોન પર વાત કરવાનું શરૂ કર્યું અને થોડી મુલાકાતો પછી તેઓ મિત્ર બની ગયા.

પ્રથમ મુલાકાત દરમિયાન વાતચીતમાં બંનેને ખબર પડી કે તેઓ ઉત્તર ભારતના છે અને તેમની પૃષ્ઠભૂમિ પણ ઘણી સમાન છે. જ્યારે ટિસ્કા અને સંજયના માતા-પિતાને તેમની મિત્રતા વિશે ખબર પડી ત્યારે તેઓએ પણ તેમના પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ ટિસ્કા અને સંજયે એક-બે વર્ષ પછી લગ્ન કરવાનું આયોજન કર્યું. જો કે, માતા-પિતાના સતત દબાણને કારણે તેઓએ 19મી ડિસેમ્બર 1997ના રોજ લગ્ન કરી લીધા અને લગ્નના આટલા વર્ષ પછી પણ તેમનો સંબંધ હજુ પણ પહેલા જેવો જ તાજો અને પ્રેમભર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina