ધાર્મિક-દુનિયા

તિરુપતિ બાલાજીના જાણ્યા-અજાણ્યા 10 રહસ્ય, ગુરુવારે દેખાડે છે અનોખો ચમત્કાર

ભારતના સૌથી ચમત્કારિક અને રહસ્યમય મંદિરોમાંનું એક ભગવાન તિરુપતિ બાલાજી પણ છે. ભગવાન તિરુપતિના દરબારમાં મોટાભાગે લોકો શ્રદ્ધાભાવથી આવતા રહે છે. દરેક વર્ષે લાખો લોકો તિરુમલાની પહાડીઓ પર સ્થિત આ મંદિરમાં વેંકટેશ્વર ના આશીર્વાદ લેવા માટે આવે છે.

માન્યતા છે કે ભગવાન બાલાજી પોતાની પત્ની પદ્માવતીની સાથે તિરુમલામાં નિવાસ કરે છે. એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી ભગવાનની સામે પ્રાર્થના કરે છે, બાલાજી તેની દરેક માનતા પુરી કરે છે. મનોકામના પુરી થયા પછી ભક્તો પોતાની શ્રદ્ધાના અનુસાર અહીં આવીને તિરુપતિ મંદિરમાં પોતાના વાળ દાન કરે છે. આ ચમત્કારિક અને અલૌકિક મંદિરમાં એવા ઘણા રહસ્યો જોડાયેલા છે.જેને જાણીને તમે પણ હેરાન રહી જાશો.

Image Source

પૌરાણિક માન્યતા અનુસાર, વેંકટેશ્વર અથવા બાલાજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. માન્યતા છે કે, વૈકુંઠ એકદશીના દિવસે તિરુપર્ટના દર્શન કરવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે.તેના જન્મ-મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે.

મૂર્તિને પરસેવો પણ આવે છે:

જો કે એક રીતે બાલાજીની મૂર્તિ એક ખાસ પ્રકારના ચીકણા પથ્થરથી બનેલી છે. પણ તે એકદમ જીવંત જ લાગે છે. અહીં મંદિરના વાતાવરણને ખુબ જ ઠંડુ રાખવામાં આવે છે. તેના છતાં પણ માન્યતા છે કે બાલાજીને ગરમી લાગતા જ તેના શરીર પરથી પરસેવો દેખાવા લાગે છે અને તેની પીઠ પણ ભેજ વાળી થઇ જાય છે.

Image Source

અદ્દભુત લાકડી:

મંદિરમાં મુખ્યદ્વાર પર દરવાજાની ડાબી બાજુએ એક લાકડી છે. આ લાકડી વિશે કહેવામાં આવે છે કે બાલ્યાવસ્થામાં આ લાકડીથી જ ભગવાનની ધોલાઈ કરવામાં આવતી હતી. તેને લીધે જ ભગવનના હોંઠના નીચેના ભાગ(દાઢી,જડબું) પર ઇજા થઇ હતી.તે જ કારણને લીધે ત્યારથી લઈને આજ સુધી ભગવાનને આ સ્થાન પર દરેક શુક્રવારે ચંદનનો લેપ લગાડવામાં આવે છે.  જેથી ઇજા રૂજાઈ જાય.

 મૂર્તિ વચ્ચે છે કે જમણી બાજુએ?:

જ્યારે તમે ભગવાન બાલાજીના ગર્ભ ગ્રુહમાં જઈને જોશો તો લાગશે કે મૂર્તિ ગર્ભગૃહના વચ્ચેના ભાગમાં સ્થિત છે, પણ જ્યારે ગર્ભગૃહથી બહાર આવીને જોશો તો લાગશે કે મૂર્તિ જમણી બાજુએ સ્થિત છે.

Image Source

 મૂર્તિ પર લાગેલા વાળ:

કહેવામાં આવે છે કે મંદિર ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર લાગેલા વાળ એકદમ અસલી છે. તે હંમેશા મુલાયમ જ રહે છે. માન્યતા છે કે આવું એટલા માટે કેમ કે ભગવાન ખુદ અહીં બિરાજમાન છે.

નીચે ધોતી અને ઉપર સાડી:

ભગવાનની પ્રતિમાને રોજ નીચેના ભાગમાં ધોતી અને ઉપરના ભાગમાં સાડીથી શણગારવામાં આવે છે.માન્યતા છે કે બાલાજીમાં જ માતા લક્ષ્મીનું રૂપ સમાયેલું છે.જેને લીધે આવું કરવામાં આવે છે.

Image Source

 સમુદ્રના મોજાના અવાજો:

અહીં આવનારા લોકો કહે છે કે ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ પર કાન લગાવીને સાંભળવાથી સમુદ્રના મોજાના અવાજો સંભળાય છે. આજ કારણ છે કે મંદિરમાં મૂર્તિ હંમેશા ભેજવાળી રહે છે.

હંમેશા પ્રગટે છે આ દીવો:

ભગવાન બાલાજીના મંદિરમાં એક દીવો હંમેશા પ્રગટે છે. આ મંદિરમાં ન તો ક્યારેય તેલ નાખવામાં આવે છે અને ન તો ઘી. કોઈ નથી જાણતું કે વર્ષોથી પ્રગટી રહેલા આ દીવાને ક્યારે અને કોણે પ્રગટાવ્યો હતો.

Image Source

પચાઇ કપૂર:

ભગવાન બાલાજીની પ્રતિમા પર ખાસ પ્રકારનું પચાઇ કપૂર લગાડવામાં આવે છે. વૈજ્ઞાનિકોના અનુસાર તેને કોઈપણ પથ્થર પર લગાડવાથી તે અમુક જ સમયમાં ચોંટી જાય છે પણ ભગવાનની મૂર્તિ પર તેની કોઈ જ અસર નથી થાતી.

ગુરુવારે લગાડવામાં આવે છે ચંદન લેપ:

ભગવાન બાલાજીના હૃદય પર માં લક્ષ્મી બિરાજમાન રહે છે. માતાની ઉપસ્થિતિની જાણ ત્યારે થાય છે જ્યારે દરેક ગુરુવારે બાલાજીનો પૂરો શૃંગાર ઉતારીને તેને સ્નાન કરાવીને ચંદનનો લેપ લગાડવામા આવે છે. જ્યારે ચંદન લેપ હટાવામાં આવે છે તો હૃદય પર લાગેલા ચંદનમાં દેવી લક્ષ્મીની છબી ઉભરાઈ આવે છે.

Image Source

આ છે અનોખું ગામ:

ભગવાન બાલાજીના મંદિરથી 23 કિલોમીટર દૂર એક ગામ છે. અને અહીં બહારના વ્યક્તિઓને પ્રવેશ અમાન્ય છે.અહીં લોકો ખુબ જ નિયમ અને સંયમની સાથે રહે છે. માન્યતા છે કે બાલાજીને અર્પણ કરવા માટે ફળ, ફૂલ,દૂધ,દહીં અને ઘી બધું અહીંથી જ આવે છે. આ ગામમાં મહિલાઓ ગૂંથેલા કપડા પહેરતી નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks