દગાબાજ બૈરીને લીધે યુવકે વીડિયો બનાવી આપઘાત કર્યો:રડતાં-રડતાં જે કહ્યું એ વાંચીને તમે પણ રડી પડશો, જાણો
પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામે એક યુવાને પત્નીના ત્રાસથી કંટાળીને મોતને વહાલું કર્યું છે. યુવકે ગોધરાના ટુવા ગામ નજીકના જંગલ વિસ્તારમાં વૃક્ષની ડાળીએ ખાઈ આપઘાત કર્યો છે. જો કે, આત્મહત્યા કરતાં પહેલાં યુવકે વીડિયો બનાવી પોતાની વ્યથા પણ રજૂ કરી હતી. જેમાં તે ધ્રુસકે ધ્રુસકે રડતાં પોતાની માની માફી માંગી રહ્યો છે અને કહ્યું કે, “જેની સાથે લગ્ન કર્યા તે દગાબાજ નીકળી એટલે આત્મહત્યા કરું છું, માં મને લેવા આવજે..” આ સમગ્ર વીડિયોનો આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
મોરા ગામના વતની ભરત દલસુખભાઈ બામણિયાના લગ્ન મોરવા હડફના વાલૈયા ગામે થયા હતા. પત્નીનું ચારિત્ર્ય સારું નહીં હોવાની યુવકને જાણ થઈ હતી. જે અંગેનું એક રેકોર્ડિંગ પણ તેની પાસે આવ્યું હતું. આ અંગેની જાણ યુવકે તેના સાસરી પક્ષમાં પણ કરી હતી. તેમ છતાં તેઓ તેમની દીકરીને કોઈ જ પ્રકારનો ઠપકો આપતા ન હતા. તેવું યુવકે વીડિયોના માધ્યમથી કહ્યું છે.
વીડિયોમાં પત્ની પર આક્ષેપો કર્યા
યુવક વીડિયોમાં કહી રહ્યો છે કે, મા મને માફ કરી દેજો, મેં જાતે જ લગ્ન કરેલા હતા તે માટે આજે જાતે ભોગવું છું. હું નથી ઘરનો રહ્યો કે નથી બહારનો રહ્યો, જેની સાથે લગ્ન કર્યા તે દગાબાજ નીકળી છે. રૂપિયા લાવીને આપ્યા તો પણ એમાંથી મને આપતી ન હતી. મને લેવા આવજે હું આત્મહત્યા કરું છું.
પોલીસે તપાસ શરુ કરી
મળતી માહિતી મુજબ, યુવકે વીડિયો બનાવી મોતને વહાલું કર્યું હતું. જે બાદ આ વીડિયો વાયરલ થતાં તેના પરિવારજનો સુધી પહોંચ્યો હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. અને તેનો મૃતદેહ ગોધરાના ટુવા નજીકના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ યુવકના મૃતદેહની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા યુવકની ઓળખ છતી થઇ હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ગોધરા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.