જાણવા જેવું જીવનશૈલી

લસણ ફોલવાની બે સરળમાં સરળ રીત તથા તેની પેસ્ટ બનાવી લાંબા સમય માટે સાચવી રાખવાની લાજવાબ રીત

સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે તેવું અને સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયી લસણ ઉપયોગમાં લેવું કેટલું સારું લાગે છે. પરંતુ એક વસ્તુમાં બધાને ખૂબ જ આળસ આવે.

લસણ ફોલે કોણ? આવે છે ને લસણ ફોલવામાં આળસ? ભાઈ મને તો લસણ ફોલવાની આળસ ઘણીય આવે છે. એવામાં જ મને એકવાર વિચાર આવ્યો કે ઝટપટ અને એકદમ સરળ રીતે લસણ ફોલવાનો જુગાડ તો કરવો જ પડશે. તો ચાલો જોઈ લઈએ લસણ ફોલવાની સરળમાં સરળ રીત.

Image Source

૧) સૌપ્રથમ લસણની બધી જ કડીઓ છૂટી પાડી લો. હવે બે એકસરખી તપેલી લઈ તેમાં બધી જ કડીઓ નાખો.

એક તપેલીને ઉપર બીજી તપેલી ઢાંકી તેને ઉપર-નીચે બરાબર હલાવો. (૩૦ સેકન્ડ સુધી)

લસણની કળીઓ જેમ જેમ ફાસ્ટ ઉપર-નીચે થશે તેમ તેમ લસણના ફોતરા પણ ઉતરી જશે.

જો થોડી કડીઓ રહી જાય તો ફરીથી તેને હલાવી લો. (આ રીત માટે લસણ એકદમ સુકું હોવું જરૂરી છે.)

Image Source

૨) એક વાડકામાં ૧ કપ જેટલું ગરમ પાણી લો. બધી જ કડીઓને છૂટી કરીને વાડકામાં પાણીની અંદર નાખી દો.

અડધા કલાક પછી આસાનીથી બધા જ લસણના ફોતરા અલગ થઈ જશે. (ત્યારબાદ લસણને ૨ મિનિટ માટે તાપમાં મૂકી દેવું)

હવે લસણ તો ફોલાઇ ગયું. પરંતુ તેની પેસ્ટ બનાવી લાંબા સમય સુધી ઉપયોગમાં લેવા માટે બીજો ઉપાય જોઈ લઈશું.

Image Source

એક મિક્સરમાં બધી જ લસણની કડીઓ પીસી પેસ્ટ બાવવી લો. (લસણ કાતો મિક્સરના બાઉલમાં સહેજ પણ પાણી ન હોવું જોઈએ.)

હવે તે પેસ્ટમાં ૩-૪ ચમચી તેલ નાખો. જેનાથી પેસ્ટનો કલર બદલાય નહીં. હવે ફરીથી ૧ વાર મિક્સરમાં ફેરવી લો.

ત્યારબાદ લસણના ગુણધર્મો એવાને એવા જ રાખવા માટે તેમાં અડધું લીંબુ નિતારી લો અને ફરીથી એક વાર મિક્સરમાં ફેરવી લો.

હવે આ પેસ્ટને એક હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રિજમાં મૂકી દો. (આ પેસ્ટ ૧ મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય છે.)

Image Source

છે ને એકદમ સરળમાં સરળ રીત. ગુજરાતી થઈને જુગાડ ન કરે તેવું ક્યારેય બને? જો તમને આ રીત પસંદ આવી હોય તો એક શેર કરવાનું તો બને છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks