ઘણીવાર આપણે સમાચાર પત્રોમાં અને ટીવીના સમાચાર કે સોશિયલ મીડિયા દ્વારા જોતા હોઈએ છીએ કે સ્માર્ટફોન ફાટ્યો, ઘણીવાર ચાર્જિંગમાં લાગેલો સ્માર્ટફોન ફાટી જાય છે તો ઘણીવાર વાત કરતા કરતા પણ સ્માર્ટફોન ફાટવાની ઘટના બને છે, અને આ કારણે શરીરનું કોઈ અંગ પણ જતું રહે છે તો ઘણીવાર આપણો જીવ પણ જઈ શકે છે. આ ઘટનાને કેવી રીતે રોકી શકાય, અને ક્યાં કારણથી સ્માર્ટફોન ફાટી શકે છે તેના વિષે આજે આપણે જાણીએ.

ઘણા લોકો સ્માર્ટફોન વાપરતા હોય છે ત્યારે સસ્ત સ્પાર્ટફોનનો વપરાશ કરવાના કારણે ફોન ઘણીવાર ગરમ પણ થઇ જાય છે, અને આ કારણે પણ ફોન ફાટી શકે છે. માટે જયારે જયારે તમારા હાથમાં રહેલો ફોન ગરમ થયેલો લાગે ત્યારે તે ફોનને સામાન્ય થવા સુધી સાઈડમાં મૂકી દેવો.

ફોન ફાટવા પાછળનું બીજું એક મહત્વનું કારણ છે ઓવર ચાર્જિંગ, ઘણા લોકો સવારમાં વહેલું કામ પાર જવાનું હોય કે બીજા કેટલાક કારણોના લીધે રાત્રે જ ફોન ચાર્જિંગમાં મૂકી દે છે. પણ આ બહુ ખતરનાક સાબિત થઇ શકે છે. ફોનને નિશ્ચિત સમય સુધી જ ચાર્જિંગમાં રાખવો, અને ફૂલ ચાર્જ થવાની સાથે જ તેને ચાર્જિંગમાંથી કાઢી લેવો જોઈએ.

ઘણીવાર ઓવર હીટિંગના કારણે પણ ફોન ફાટતો હોય છે. જયારે તમે ફોનને ચાર્જિંગમાં મુકો ત્યારે માત્ર તેને ચાર્જ જ થવાદો, એ સમય ફોનને અડવો નહીં, મોટાભાગે ચાર્જિંગ દરમિયાન ઘણા લોકો ગેમ રમતા હોય છે કે બીજું કોઈ કામ પણ કરતા હોય છે એ દરમિયાન ફોન ઓવેર હિટિંગ થાય છે અને ફાટવાની સંભાવના વધારે રહેતી હોય છે, માટે ચાર્જિંગમાં ફોન મુક્યા બાદ તેનો વપરાશ ના કરવો. જો ચાર્જિંગ સમય દરમિયાન તમારે કોઈ ખાસ કામ ફોનનું ના હોય તો ફોનને સ્વીચઓફ રાખવો જ સારું રહેશે.

ગાડીમાં ફોનને ચાર્જમાં ઓછો મુકો. વારંવાર ગાડીમાં ફોન ચાર્જ કરવાથી પણ આ ઘટનાઓ બની શકે છે, સાથે સાથે ગાડીના ડેશબોર્ડ ઉપર પણ ફોનને ના મુકવો કારણ કે તેના ઉપર સીધી તડકો પડી શકે છે અને ફોન ગરમ થઇ શકે છે.

તમારા ફોનની બેટરી જો બગાડી ગઈ હોય તો બની શકે તો ઓરીજીનલ બેટરી જ ખરીદવાનો આગ્રહ રાખવો. ફોનની બેટરી ફુલતી જણાય તો તરત જ બદલી નાખવી. હલકી કંપનીની બેટરી લાંબો સમય ચાલતી નથી અને તે વહેલા ફૂલી પણ જાય છે જેના કારણે પણ આવી ઘટના બની શકે છે.

બેટરીની જેમ ચાર્જર પણ હંમેશા ઓરીજીનલ જ વાપરવાનો આગ્રહ રાખવો. આપણે થોડા પૈસા બચાવવા માટે સામાન્ય કંપનીનું ચાર્જર ખરીદી લેતા હોઈએ છીએ જેના કારણે પણ આવી ઘટનાઓ બનતી હોય છે. માટે બેટરી અને ચાર્જર ઓરીજીનલ જ વાપરવાનો આગ્રહ રાખવો.

તમારા ફોનને તડકો આવે એવી જગ્યાએ ક્યારેય ના રાખવો, તડકાના કારણે ફોન ગરમ થઇ જાય છે અને તેના કારણે જ ઓવરહિટિંગની સમસ્યા થતા ફોન ફાટવાની સંભાવના વધારે રહે છે.

મોબાઈલમાં ઘણી એવી એપ્લિકેશન હોય છે જેના દ્વારા પણ ફોન ગરમ થઇ શકે છે. ખાસ કરીને નેવિગેશન અને જીપીએસ એપ દ્વારા પણ ફોન ગરમ થાય છે, માટે જો જરૂરિયાત ના હોય તો આવી કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવો નહિ અને મોબાઈલમાં જીપીએસ પણ ઓફ રાખવું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.