જીવનશૈલી

કોરોનાના ડર વચ્ચે આ ઉનાળામાં ઘરને રાખો કુદરતી રીતે ઠંડુ આ 5 ટિપ્સથી

ભર ઉનાળો ચાલી રહ્યો છે સાથે જ કોરોના વાયરસનો ડર પણ છે. કોરોના વાયરસના ડરથી લોકો ઘરમાં એસી-કૂલર ચલાવવાનું ટાળી રહ્યા છે. સાથી જ આપણે બધા જ જાણીએ છીએ કે આખો દિવસ એસી કે કૂલર ચલાવવું સ્વાસ્થ્ય માટે ઘણું હાનિકારક સાબિત થઇ શકે છે. સાથે જ આપણા ખિસ્સા પર એના કારણે ભાર પણ વધી જાય છે.

એટલે જરૂરી નથી કે ઘરની ઠંડુ રાખવા માટે અને કાળઝાળ ગરમીથી બચવા માટે એસી અને કૂલર જ ચલાવતા રહો. આ માટે કેટલીક કુદરતી રીતો અપનાવી શકાય અને ઘરને ઠંડુ રાખી શકાય. તો આજે જોઈ લો કેટલીક એવી ટિપ્સ કે જેનાથી બળબળતી ગરમીમાં પણ ઘર કુદરતી રીતે ઠંડુ રહેશે.

Image Source

– છોડ રાખો

છોડથી ઠંડક રહે છે, એટલે બની શકે તો ઘરમાં છોડ રાખો. ઘરના દરવાજાની પાસે પણ રાખવામાં આવે તો બહારથી આવતી ગરમ હવાને આ છોડ અટકાવી દેશે. છોડને ઘરમાં રાખવાથી પણ ઘરનું તાપમાન બહાર કરતા 6થી 7 ડિગ્રી સુધી ઘટી જશે.

જો ઘર ટોપ ફ્લોર પર હોય તો ધાબે કે બાલ્કનીમાં નાનું ગાર્ડન તૈયાર કરો, ગ્રીન શેડ લગાવો, વેલાઓ ઉપર ચઢાવો. ઘરની અંદર પણ બારીઓ પાસે કે ઓસરીની આસપાસ છોડ રાખવાથી ગરમીની અસર ઓછી કરી શકાય છે.

Image Source

– કોટનના પડદા અને બેડશીટ વાપરો

ઉનાળામાં ઘરના પડદા અને બેડશીટ કોટનના વાપરવા અને આછા રંગના લગાવવા, આવું કરવાથી પણ ઘરમાં ઠંડક રહે છે. ઘરના પડદા, ચાદર, ટાકિયા, સોફાના કવર પણ લાઈટ રંગના લગાવો. અને કોટનના જ વાપરો. શક્ય હોય તો ઘરના લોકો પણ કોટનના જ કપડા પહેરો. કોટનના અને લાઈટ કલરના પડદા લગાવવાથી ઘરમાં ઠંડક કાયમ રહે છે.

Image Source

– દીવાલો અને છતને ઠંડી રાખો

ઘરની છત અને અગાશીને ડાર્ક રંગ ન કરાવો, હંમેશા આછા રંગ વાપરો, સમય-સમય પર પાણી છાંટા રહો, જેથી ઘરમાં ઠંડક થશે. ઘરની દીવાલોને પણ બહારથી લાઈટ કલરની જ રાખો. ઘરને ઠંડુ રાખવા માટે અગાસી પર સફેદ પેંટ કે પીઓપી કરાવો. આમ કરવાથી ઘરને 70થી 80 ટકા સુધી ઠંડુ રાખી શકા છે. સફેદ રંગ રિફ્લેટરનુ કામ કરે છે.

Image Source

– ઘરની નીચેની જગ્યાઓ ખાલી રાખો

બની શકે તો ઉનાળામાં ઘરની ફર્શને ખાલી રાખો અને એની પર ગાલીચો કે બીજી કોઈ વસ્તુઓ ન પાથરો. એમ કરવાથી ઘરની ફર્શ ઓછી ગરમ થશે. એટલે બને ત્યાં સુધી ઘરની ફર્શને ખાલી રાખવી, જેથી ઠંડક રહે. ઘરમાં ઉનાળામાં ઉઘાડા પગે જ ચાલવું આરોગ્ય માટે સારું છે.

– દરવાજા બંધ રાખવા

ઉનાળામાં દિવસના સમયે ઘરના દરવાજા બંધ રાખવા જેથી ઘરમાં ગરમ હવા ન આવે અને ઘરમાં ઠંડક રહે. સવારે અને સાંજે જ દરવાજાઓ ખોલવા જેથી ઠંડી હવા ઘરમાં આવે. ઘરની અગાશી અને ઓટલા ઉપર પાણી છાંડવાનું રાખો. આ રીતે પણ ઘરમાં ઠંડક રહેશે.

Image Source

રસોઈ કરતા સમયે રસોની બારી ખુલી રાખવી અને એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખવો, જેથી ગરમ હવા બહાર જતી રહે. સાથે જ બાથરૂમના એક્ઝોસ્ટ ફેનને પણ ચાલુ રાખવો જોઈએ. આમ કરવાથી ઘરની ગરમ હવા બહાર જશે.

– બારીની તરફની જગ્યા ખાલી રાખો

ઘરમાં બારીની આસપાસની જગ્યાને ખાલી રાખો, ત્યાં કોઈ પણ વસ્તુઓ મૂકીને ઘરમાં બહારથી આવતી ઠંડી હવાને બ્લોક ન કરો. સાથે જ ઘરમાં વૉટર એલિમેન્ટ્સ પણ રાખો અને ઘરની બાલ્કનીમાં શેડ્સ પણ લગાવી શકો છો. જેનાથી પણ ઘરમાં ગરમ હવા નહિ આવે.

Image Source

– વધારાની લાઈટો બંધ રાખો

ઘરમાં જરૂર ન હોય તો લાઇટ્સ ન ચાલુ રાખો, વધારાની લાઇટ્સ બંધ રાખો. વધારે પ્રકાશ આપતી લાઇટ્સ પણ ન વાપરો, એનાથી ઘરમાં ગરમી વધે છે, જેથી ડીમ લાઇટ્સ વાપરો, ઘરમાં ઠંડક રાખવામાં મદદ રહેશે.

– ઇકો ફ્રેન્ડલી ઘર બનાવો

જો તમે નવું ઘર બનાવી રહયા હોવ તો ઘરને ઇકો ફ્રેન્ડલી બનાવડાવો, જેમાં વરસાદી પાણીને સ્ટોર કરવાની ટાંકી, સોલાર સિસ્ટમ જેવી વસ્તુઓ લગાવડાવો, જેથી ઘર ઉનાળામાં પણ ઠંડુ જ રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.