જાણવા જેવું

કાળી પડી ગયેલી ચાની ગરણીને મિનિટોમાં કરો ચકચકાટ, અજમાવો આ ઉપાય

સવારે સૌથી પહેલા લોકોને ચા પીવાની જ આદત હોય છે. સૌથી પહેલા ચા પીવી તે મહિલાઓને સૌથી પસંદ હોય છે. ઘણી મહિલાઓની સવાર તો ચા વગર થતી જ નથી. તો ઘણી મહિલાઓને ચા નશા જેવી હોય છે. ચા વગર દિવસની શરૂઆત જ નથી થતી.

ઘણી મહિલાઓને ચા ના મળવાને કારણે માથાનો દુખાવો થઇ જાય છે. પરંતુ ચા બની ગયા બાદ તેને ગરણીથી ગાળવામાં આવે છે. આ ગરણી સમય જતા ગંદી થઇ જાય છે. આ ગરણી ખરાબ જ નથી લાગતી પરંતુ તેના કારણે ઘણા રોગ પણ થાય છે. ઘણી મહિલાઓ આ ગંદી થઇ ગયેલી ગરણીને સાફ કરવાથી બચે છે. એવું નથી કે ચા કોઈ પણ એક રાજ્ય કે દેશ પૂરતી જ સીમિત છે પરંતુ ચા દેશ-વિદેશમાં પણ એટલી જ જાણીતી છે. ગરણી ગંદી થવાની સમસ્યા બધા જ લોકોને ભોગવવી પડે છે.

Image Source

મહિલાઓ એવું માનતી હોય છે કે, ગરણી સાફ કરવામાં વધુ મહેનત થાય છે. આજે અમને તમને ગરણી સાફ કરવાની એવી રીત બતાવીશું કે, થોડી મિનિટમાં જ ગરણી સાફ થઇ જશે.

આવો જાણીએ ગરણી સાફ કરવાની તરકીબ: 

પ્લાસ્ટિકની ગરણીને સાફ કરવા માટે કોઈ પણ નાહવાના સાબુને ગરણી પર 15 મિનિટ લગાવીને રાખી દો. ત્યારબાદ તેમાં ટુથબ્રશની મદદથી ઘસી-ઘસીને સાફ કરવાથી ગરણી પહેલા જેવી ચમકવા લાગશે. જો તમારે ગરણી વધારે ગંદી થઇ ગઈ હોય તો આખી રાત સાબુ લગાડીને રાખી દેવાથી એકદમ ચોખ્ખી થઇ ગઈ છે. મહિનામાં 1 વખત આ ઉપાય કરવાથી ગરણી હંમેશા સાફ રહેશે.

Image Source

સ્ટીલની ગરણી ગાડી થઇ ગઈ હોય અને સાફ કરવી હોય તો સૌ પહેલા ગેસને ઓન કરો. ત્યારબાદ ગેસ પર ગરણી ગરમ કરી લો. ગરણીને ગરમ કર્યા બાદ ટતેના પર જમા થયેલી ગંદકી દૂર થઇ જશે. ત્યારબાદ આ ગરણી પર સાબુ લગાડીને કોઈ જુના ટુથબ્રશથી સાફ કરી લો. આ પ્રયોગ કરવાથી થોડી જ મિનિટમાં ચાની ગરણી સાફ થઇ જશે.

પ્લાસ્ટિક અને સ્ટીલ બન્ને ગરણી સાફ કરવા માટે બેકિંગ સોડ અને વિનેગારની જરૂર પડે છે. આ ઉપાયથી બન્ને ગરણી સાફ થઇ જાય છે. 2 ચમચી બેકિંગ પાવડર અને 1 ચમચી પાણી ઉમેરી ઘાટી પેસ્ટ તૈયાર કરો. આ પૅસ્ટને કોઈ જુના ટુથબ્રશથી ગરણી પર લગાડી થોડીવાર માટે રાખી દો. બેકિંગ પાવડર કોઈ પણ દાગને સાફ કરી શકે છે. ત્યારબાદ બન્ને ગરણીને 15થી 20 મિનિટ માટે વ્હાઇટ વિનેગરમાં રાખી દો. થોડા સમય બાદ જયારે તેને પાણીથી ધોઈ લો.

Image Source

ચાની ગરણી બધા લોકોના ઘરમાં હોય છે. પરંતુ તમે ગમે તેટલી સાફ કરો તે ધીમે-ધીમે ગંદી થઇ જ જાય છે. જયારે આપણે નવી ગરણી લઈએ છીએ ત્યારે તે એકદમ ચમકીલી હોય છે. ગરણીનો દરરોજ ઉપયોગ કરવાથી તે ગંદી થઇ જાય છે.

તમે ઉપર આપેલા ઉપાયથી ગરણી સાફ કરશો તો ગરણી પહેલા જેવી નવી થઇ જશે.