જીવનશૈલી હેલ્થ

સવારે જલ્દી નથી ઉઠી શકાતું? તો અપનાવો આ રીતો અને બની જાઓ મોર્નિંગ પર્સન

આપણે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ તો જે લોકો પોતાના જીવનમાં ખુશ છે અને સ્વસ્થ છે અને સરળતાથી પોતાના દિવસ આખાના કામ ખૂબ જ સરળતાથી કરી લે છે. પણ આ લોકોમાં એક વસ્તુ હોય છે જે કોમન હોય છે અને એ છે સવારે વહેલા ઉઠવાની આદત. જે મોટાભાગના લોકો નથી કરતા. આપણે આળસને કારણે કે રાતે મોડા ઊંઘવાના કારણે વહેલા નથી ઉઠી શકતા અને એ જ કારણે આપણે આખા દિવસમાં પ્રોડક્ટિવ કામ નથી કરતી શકતા.

Image Source

સવારે વહેલા ઉઠવું આપણને પ્રોડક્ટિવ બનાવે છે અને એનાથી આપણને વધુ સમય પણ મળી જાય છે. આપણે એ વાત પર પણ ક્યારેકને ક્યારેક તો ધ્યાન આપ્યું જ હશે કે જયારે પણ આપણે સવારે વહેલા ઉઠીએ છીએ ત્યારે આપણી પાસે ઘણો સમય હોય છે અને મોડા ઉઠવા પર આપણને સમય ઓછો હોય એવું લાગ્યા કરે છે. તમે વિદ્યાર્થી હોવ, નોકરી કરતા હોવ, કે તમારો બિઝનેસ હોય, હાઉસવાઈફ હોય કે પછી કશું જ ન કરતા હોય, પણ સવારે જલ્દી ઉઠવું એ મોડા ઉઠવા કરતા વધુ ફાયદાકારક હોય છે.

Image Source

સવારે જલ્દી ઉઠવાની આદત તમને સ્વસ્થ, સમૃદ્ધ અને બુદ્ધિમાન બનાવે છે. એ વાત આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે. વહેલી સવારે ઉઠીને કરવામાં આવેલા કાર્યો દ્વારા આપણે પોતાના જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે દિવસના બીજા સમયની સરખામણીમાં સવારે કસરત, વાંચન, અભ્યાસ, કામ અને ધ્યાન જેવી બીજી વસ્તુઓ સારી રીતે કરી શકીએ છીએ. અને એ માટે જ આપણે વહેલા ઉઠવાની યોજનાઓ પણ બનાવીએ છીએ. પરંતુ બીજી જ યોજનાઓ સવારે ઉઠવાના સમયે ગાયબ થઇ જાય છે અને આપણે આળસ કરીને નથી ઉઠતા.

એટલે જ જાતને સ્વાસ્થ્ય અને પ્રોડક્ટિવ બનાવવા માટે સવારે જલ્દી ઉઠવાની આદત બનાવવાનો પ્રયાસ કરો અને અહીં અમે તમને જણાવીશું સવારે વહેલા ઉઠવા માટેની એટલે કે બ્રહ્મમૂરતમાં ઉઠવા માટેની પ્રેક્ટિકલ રીતો વિશે જેને અજમાવીને તમે એલાર્મ વિના પણ સવારે વહેલા ઉઠતા થઇ જશો.

Image Source

સવારે ઉઠવાનો એક સમય નક્કી કરી લો –

મોટાભાગના લોકો જોશમાં આવીને રાતે વહેલા ઊંઘી તો જાય છે અને સવારે વહેલા ઉઠવાનો પ્લાન બનાવે જ છે પણ તેમનો પ્લાન બે દિવસમાં જ ફેલ થઇ જાય છે. એટલે આ નિયમને અનુસરવો નહિ.
જો તમારે વહેલી સવારે ઉઠવું હોય, તો તમે સાંભળ્યું જ હશે કે તમે વહેલા સૂઈ જાઓ તો જ તમે વહેલા ઉઠી શકો પણ આ નિયમ યોગ્ય નથી, તમારે રાત્રે સૂવાના કોઈ નિયમો બનાવવા જોઈએ નહીં, પરંતુ સવારે ઉઠવાનો સમય નક્કી કરો.

જો તમારે સવારે 5 કે 6 વાગે ઉઠવું હોય તો એ પ્રમાણે આ સમય પર ઉઠવા માટે મગજને સેટ કરી લો. આપણને એવું કહેવામાં આવે છે કે રોજ 8 કલાકની ઊંઘ લો પણ આ ઘણીવાર સંભવ નથી થતું. ઘણીવાર આપણે વધુ થાકેલા હોઈએ ત્યારે શરીરને વધુ આરામ જોઈતો હોય છે, એવી જ રીતે ઓછા થાકેલા હોઈએ ત્યારે ઓછો આરામ જોઈએ એટલે કે આપણા શરીરને રોજ એક જેવો જ આરામ નથી જોઈતો.

Image Source

એટલે રોજ 10 વાગે ઊંઘો કે 12 વાગે ઊંઘો, પણ જો તમે સવારે 5 વાગે ઉઠવું છે તો રોજ એ જ સમય પર ઉઠો. રાતે ઊંઘવાનો કોઈ સમય નક્કી ન રાખો. તમારા શરીરના હિસાબથી રાતે પથારીમાં જાઓ કે જયારે તમને એવું લાગે કે તમને ઊંઘ આવી રહી હોય. આવું કરવાથી કેટલાક જ અઠવાડિયામાં તમારા શરીરને આની આદત પડી જશે અને એ પોતાના હિસાબથી આરામ લઇ લેશે. એટલે જ રાતે ઉંઘવાનો સમય નક્કી ન કરીને ઉઠવાનો સમય નક્કી કરો અને એ જ સમયે ઉઠવાની કોશિશ કરો. રોજ એ જ સમયે ઉઠવાથી તમારી ઊંઘ પણ પુરી થશે અને રોજ એ જ સમયે ઉઠી પણ શકશો.

રાતે ઊંઘતા સમયે પોતાના મગજને સૂચના આપો –

બીજો નિયમ જે અપનાવવાનો છે એ છે કે તમારા મનને સવારે વહેલા ઉઠવાની સૂચના આપવાની છે એટલે કે જ્યારે તમે રાત્રે સૂવા જાવ છો ત્યારે તમારા મનને કહો કે મારે વહેલી સવારે ઉઠવું છે અથવા 5 વાગ્યે ઉઠવું છે. આવું કરવાથી તમારું મન તમારી ઊંઘ 5 વાગ્યાની આસપાસ ઉડાડી દેશે. કેટલાક દિવસો સુધી, જો મન તમને 5 વાગ્યાની આસપાસ ઉઠાડશે, પરંતુ થોડા જ દિવસોમાં તમારો સમય નિશ્ચિત થઈ જશે અને મન તમને વહેલી સવારે ઉઠાડવામાં સફળ બની જશે.

Image Source

જો તમારે વહેલી સવારે ઉઠવું હોય, તો સકારાત્મક માનસિકતા સાથે સૂઈ જાઓ અને વિચારો કે મારે પોતાને તંદુરસ્ત રાખવા અને પોતાને વધુ પ્રોડક્ટિવ બનાવવા માટે ઉઠવું છે. જો તમારે સ્કૂલમાં જવાનું છે અથવા કામ પર જવું છે, તો તે વિશે વિચારો, જો તમે વહેલા ઉઠશો, તો તમારા માટે આ વસ્તુ ખૂબ જ સરળ થઈ જશે.

સવારે ઉઠવાના ફાયદાઓ તરફ ધ્યાન આપો –

જો તમારે સવારે વહેલા ઉઠવાનું હોય તો સવારે વહેલા ઉઠવાના ફાયદાઓ વિશે પણ વિચારવું જ પડશે. જેટલી જલ્દી તમે ઉઠવા વિશે વિચારશો, સાંભળશો અને વાંચશો એટલું જ જલ્દી તમારું મગજ તમારા આ નિર્ણયમાં સાથ આપશે. કારણ કે જો તમારું મન આ માટે તૈયાર ન હોય તો તમને સવારે વહેલા ઉઠવું મુશ્કેલ લાગવા લાગશે. એટલે જ સવારે જલ્દી ઉઠવું હોય તો સવારે જલ્દી ઉઠવાના ફાયદાઓ વિશે ચોક્કસ વિચારો.

Image Source

સવારે જલ્દી ઉઠવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે, આને આપણી પાસે આખો દિવસ વધુ સમય રહે છે. કોઈ બચેલા કામો કરવા માટે આપણને સમય મળી જાય છે અને આપણે વધુ પ્રોડક્ટિવ બની જઈએ છીએ. દિવસમાં વધેલો સમય આપણે પરિવારને, મિત્રોને આપી શકીએ છીએ કે પોતે એન્જોય કરી શકીએ છીએ. એટલે જ સવારે વહેલા ઉઠવાના ફાયદાઓ જુઓ અને જલ્દી ઉઠવાનું શરુ કરો.

એલાર્મનો ઉપયોગ કરો –

સવારે જો તમારે જલ્દી ઉઠવાની આદત બનાવવી છે તો શરૂઆતમાં તમારે ઍલાર્મનો સહારો લેવો પડશે. કોઈ વ્યક્તિ જે સવારે વહેલો ઉઠવા માંગે છે એએમના માટે એકદમ કુદરતી રીતે સવારે વહેલા ઉઠવું સરળ નથી હોતું. એટલે આ સ્થિતિમાં ઍલાર્મનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. સવારે જેટલા વાગે ઉઠવું હોય તો એટલા જ વાગ્યાનું એલાર્મ મૂકવું.

Image Source

કેટલાક અઠવાડિયામાં જ તમારું શરીર સવારે ઉઠવાના તમારા સમય સાથે તાલમેલ બેસાડી દેશે અને જયારે તમે કુદરતી રીતે જાતે જ સવારે વહેલા ઉઠવા લાગો એટલે એલાર્મ વાપરવાનું બંધ કરી દેવું. પણ જ્યાં સુધી સવારે જાતે જ ઉઠવાની આદત નથી બનતી ત્યાં સુધી એલાર્મ વાપરો.

સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે ઍલાર્મને તમારા બેડથી થોડું દૂર રાખો જેથી એલાર્મ બંધ કરવા માટે તમારે બેડ પરથી ઉભા થવું પડે અને તમારી ઉંઘ ઉડે. આ તમારા માટે જ ફાયદેમંદ છે.

ધીરે-ધીરે શરૂઆત કરો –

સવારે જલ્દી ઉઠવા માટે ખાસ કરીને એ વાત પણ ધ્યાનમાં રાખો કે કયારેય પણ શરૂઆતમાં જ અચાનક વહેલા ઉઠવાનો સમય નક્કી ન કરો. જો સવારે વહેલા ઉઠવાની આદત બનાવવી હોય તો એની શરૂઆત ધીરે-ધીરે કરો. તમે વર્ષો સુધી મોડા ઉઠતા હોવ અને અચાનક જ તમે પાંચ વાગે ઉઠો તો શરીર તમારો સાથ નહિ આપે. તો જયારે શરૂઆત કરો તો ધીમે-ધીમે કરવાની.

Image Source

રોજ સવારે આગળના દિવસ કરતા 15 મિનિટ વહેલા ઉઠવાની આદત નાખો, જેમ કે એક અઠવાડિયા સુધી આવું કરશો તો એના અંતે તમારે જેટલા વાગે ઉઠવું છે એટલા વાગે ઉઠવાનો સમય આવશે અને તમારે એ પછી વહેલા ઉઠવાના સમયે ઉઠવાનું શરુ કરવાનું. ધારો કે તમે રોજ 8 વાગે ઉઠો છો અને તમારે હવે 5 વાગે ઉઠવાની આદત પાડવી છે તો પહેલા દિવસે સાત વાગે ઉઠો બીજા દિવસે સાડા છ વાગે ઉઠો અને એમ કરતા કરતા પાંચ વાગે ઉઠવાનું શરુ કરો તો વધુ તકલીફ નહિ આવે. આ રીતે શરીર પણ એડજસ્ટ થઇ ગયું હશે અને તમે પણ સવારે વહેલા ઉઠી શકશો.

સવારે ઉઠવા માટે રહો ઉત્સુક –

સવારે જયારે તમે જલ્દી ઉઠવા માટે ઉત્સુક હોવ તો તમે સરળતાથી સવારે વહેલા ઉઠવાની આદત બનાવી શકો છો. સવારે વહેલા ઉઠવું એક ખૂબ જ સારી આદત છે અને જો તમે સવારે જલ્દી ઉઠો છો તો આ તમારા વ્યક્તિત્વ માટે જ સારું છે. એ માટે પોતાની જાતને અંદરથી જ પ્રેરિત કરો.

તમારે એવું વિચારવું કે એક ખરાબ આદત તમારા જીવનમાંથી જઈ રહી છે અને તમે એક ખૂબ જ સારી આદત અપનાવી રહયા છો. જો આ રીતે તમે સવારે વહેલા ઉઠવા માટે ઉત્સાહિત હશો તો તમને સવારે વહેલા ઉઠવાથી કોઈ તાકાત નહિ રોકી શકે.

Image Source

દરેક તકલીફોને દૂર કરતા રહો –

ઘણીવાર જયારે આપણે જલ્દી ઉઠવા વિશે વિચારીએ ત્યારે પ્રયાસો છતાં પણ આપણે ફેલ થઇ જઈએ છીએ. એટલે કે જો આપણે સવારે 5 વાગે ઉઠવા માંગીએ છીએ તો બે દિવસ સુધી આપણે વહેલા ઉઠીએ છીએ પણ પછી ત્રીજા દિવસે તો આપણે પાછા આપણા જુના રૂટિન પર જ આવી જઈએ છીએ. જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો એવું બની શકે કે તમે સવારે વહેલા ઉઠવા માટે અંદરથી તૈયાર ન હોવ… આ સિવાય પણ ઘણા કારણ હોઈ શકે કે જેને લીધે તમે સવારે ઉઠવામાં અસફળ થઇ જતા હોવ.

જો તમે ઘણીવાર કોશિશ કરવા પર ફરી જુના જ સમયે ઉઠવાનું શરુ કરી દો છો તો એ કારણોને શોધો કે જેને કારણે તને સવારે ન ઉઠી શકતા હોવ. સવારે ઉઠવામાં જો તમે અસફળ થતા હોવ તો પોતાની એ ખામીઓને દૂર કરી દો. જે પણ તકલીફોને કારણે તમે સવારે ન ઉઠી શકતા હોવ તો એને શોધીને ધીરે-ધીરે દૂર કરી દો. આ રીતે તમે જોશો કે થોડા સમય બાદ તમે રોજ એક નિશ્ચિત સમય પર સવારે વહેલા ઉઠવાનું શરુ કરી દેશો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.