દરેક વ્યક્તિની સુંદરતામાં તેના વાળનું ખુબ જ મહત્વનું યોગદાન રહેલું છે. ત્યારે શિયાળની અંદર વાળ ખરવાની અને સૂકા થઇ જવાની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે. પરંતુ જો તમે શિયાળાની અંદર કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો છો તો તમને આ આ સમસ્યામાં ખુબ જ ફાયદો મળી શકે છે, ચાલો જોઈએ શિયાળામાં વાળ સાચવવાની ખાસ ટિપ્સ.

શિયાળામાં સ્કાર્ફનું રાખો ખાસ ધ્યાન:
મોટાભાગે મહિલાઓ ઠંડીની અંદર સ્કાર્ફનો ઉપયોગ કરતી હોય છે. સ્કાર્ફ આપણને ઠંડીથી તો બચાવે છે પરંતુ તે આપણા વાળને પણ સુરક્ષિત રાખવાનું કામ કરે છે. સામાન્ય રીતે ઉનના બનેલા સ્કાર્ફ અને ટોપી આપણે જયારે પહેરીયે ત્યારે વાળ તેમાં ખેંચાઈ અથવા ફસાઈને તૂટતાં જોવા મળે છે. માટે જો તમે વાળને તટુતા અટકાવવા માંગતા હોય તો રેશમી સ્કાર્ફનો ઉપયોગ કરો.

શેમ્પુનો ઉપયોગ કરો ઓછો:
શિયાળાની અંદર વાળની અંદર શેમ્પુનો વધારે પડતો ઉપયોગ ના કરવો જોઈએ. શેમ્પૂના વધારે પ્રયોગથી ત્વચામાં સૂકાપણું વધી જાય છે અને વાળ તૂટવા લાગે છે.

મધનો કરો ઉપયોગ:
વાળ ગૂંચવાઈ ગયેલા છે તો તેના માટે મોટા દાંત વાળા કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ. વાળની જડોમાં મધ લગાવો અને 30 મિનિટ સુધી ટીવાળથી લપેટીને રાખી લો. ત્યારબાદ તેને સામાન્ય ગરમ પાણીથી ધોઈ લેવા. મધના ઉપયોગથી તમારા વાળમાં ચમક આવી જશે.

ઓલિવ ઓઇલ પણ છે શ્રેષ્ઠ:
શિયાળાની અંદર ઓલિવ ઓઈલનો પ્રયોગ પણ વાળને સ્વસ્થ બનાવે છે. બે ચમચી ઓલિવ ઓઇલ ગરમ કરીને વાળની જડોમાં મસાજ કરવું. તેનાથી વાળની જડોમાં નમી બનેલી રહેશે અને તમારા વાળ ઓછા તૂટશે.

વાળને ખુલ્લા ના છોડવા:
વાળને જેમ બને તેમ વધારે બાંધીને રાખવા. ખુલ્લા વાળની અંદર હવા લાગી શકે છે જેના કારણે તેમાં સૂકાપણું પણ આવી શકે છે અને વાળ તૂટવાનો ખતરો પણ વધી શકે છે.