હેલ્થ

ઘરમાં રહેલી આ વસ્તુથી દૂર કરો આંખ નીચેના બ્લેક સર્કલ, થશે ચમત્કારીક ફાયદા

બ્લેક સર્કલ દૂર કરવા માટે બેસ્ટ છે આ 5 ચીજ

આંખોની નીચેની ત્વચા નરમ હોય છે, જેના કારણે નુકસાન થવાનું જોખમ વધારે છે. સુરજના હાનિકારક કિરણો અથવા ડ્રાઈનેસના કારણે ડાર્ક સર્કલ બની જાય છે, જેને કાળા કુડાળા પણ કહેવામાં આવે છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે ઘરમાં હાજર આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

ગુલાબ જળ : ગુલાબજળ ત્વચાને ભેજ આપવામાં પણ મદદ કરે છે. આનાથી ત્વચા રિફ્રેસ થાય છે. બ્લેક સર્કલને દૂર કરવા માટે કોટનના એક ટુકડાને ગુલાબજળમાં પલાળીને આંખો પર લગાવી દો. 15 મિનિટ પછી આંખો ધોઈ લો અને દરરોજ આ ઉપાય કરો.


કાકડી : કાકડી આંખોની નીચે બનેલા બ્લેક સર્કલને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. કાકડીમાં ત્વચા સુધારનાર ઘટકો હોય છે, જે આંખોની નીચેની ચામડીની કાળાશ દૂર કરે છે. આ માટે, કાકડીના બે જાડા સ્લાઇસ કાપીને 30 મિનિટ માટે ફ્રિજમાં રાખો. આ પછી, આ સ્લાઇસેસને આંખો પર લગભગ 10 મિનિટ સુધી રાખો.

બટાકા : ડાર્ક સર્કલ દૂર કરવા માટે બટાકાનો પણ ઉપયોગ કરી શકાય છે. જેમાં વિટામિન-સી પૂરતા પ્રમાણમાં મળી આવે છે. આંખોની નીચેના બ્લેક સર્કલને દૂર કરવા માટે, એક બટાકાને છીણી લો અને 10 મિનિટ માટે આંખોની નીચે રાખીને સૂઈ જાઓ. તે પછી ચહેરો ધોઈ લો.

લીંબુનો રસ અને કાકડી : બ્લેક સર્કલ દૂર કરવા માટે માત્ર કાકડી જ નહીં, પણ કાકડી સાથે લીંબુનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તમારે લીંબુનો રસ અને કાકડીનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને કોટની મદદથી આંખોની નીચે લગાવવો પડશે. 15 મિનિટ પછી ત્વચાને નવશેકા પાણીથી ધોઈ લો.

ટામેટા : ટામેટા ત્વચાનો રંગ સુધારવામાં પણ મદદ કરે છે. બ્લેક સર્કલને દૂર કરવા માટે, લીંબુનો રસ અને ટમેટાનો રસ સમાન પ્રમાણમાં મિક્સ કરો અને તેને કોટનની મદદથી ડાર્ક સર્કલ પર લગાવો. 10 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો.