હેલ્થ

94% લોકો શેમ્પૂ કરતી વખતે આ ભૂલ કરે છે, ચમકદાર રહેશે તમારા વાળ આ જરૂર વાંચો

દરેક વ્યક્તિને તેમના વાળ ખૂબ જ પસંદ હોય છે, એમાં પણ ખાસ કરીને મહિલાઓને, તેમની સુંદરતા તેમના વાળ સાથે જોડાયેલી હોય છે. તેથી, સ્ત્રીઓ તેમના વાળની ​​ખૂબ જ સારી કાળજી લે છે અને તેના માટે ઘણા ઉપાયો અજમાવે છે. તેની સુંદરતા જાળવવા માટે આહારથી લઈને સૌંદર્ય પ્રસાધનોની પસંદગીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.

બધી છોકરીઓ વાળને સાફ કરવા અને ચમકદાર બનાવવા માટે વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. પરંતુ તમે તમારા વાળની ​​સંભાળ કેવી રીતે લો છો? જો વાળની બરાબર કાળજી ન લેવામાં આવે તો વાળ ખરવા, વાળ સુકા થવા અને ખોડો થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

Image Source

ઘણી વખત મોંઘા શેમ્પૂનો ઉપયોગ કર્યા પછી પણ વાળમાં ચમક નથી આવતી, એવામાં છોકરીઓને લાગે છે કે તેઓ જે શેમ્પૂનો ઉપયોગ કરે છે તે યોગ્ય નથી, પરંતુ જણાવી દઈએ કે વાળ ધોતી વખતે કરવામાં આવતી ભૂલોને કારણે વાળમાં ચમક નથી આવતી અને વાળ સૂકા અને નિર્જીવ થઇ જાય છે. તો આજે જાણીએ વાળ ધોવાની સાચી રીતે અને શું કરવું જોઈએ વાળ ધોતી વખતે –

Image Source

વાળ ધોવા માટે પાણી ઠંડુ હોવું જોઈએ કે ગરમ?

તમારા વાળ ધોવા માટે ક્યારેય વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. વધુ ગરમ પાણીનો ઉપયોગ કરવાથી વાળમાં હાજર કુદરતી તેલ ખતમ થાય છે અને વાળ સુકા દેખાવા લાગે છે. વાળ ધોવા માટે ક્યારેય ઠંડા પાણીનો ઉપયોગ પણ ન કરો. હંમેશા નવશેકા પાણીથી જ વાળ ધોવો. નવશેકા પાણીથી વાળ ધોવાથી વાળના ક્યુટિકલ્સ સંપૂર્ણપણે ખુલે છે. જેના કારણે વાળ સરળતાથી સાફ થઈ જાય છે અને એનાથી વાળ ચમકતા અને સ્વસ્થ દેખાય છે. તમારા વાળ પર ક્યારેય વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. આનાથી વાળ નબળા પડે છે અને સરળતાથી તૂટવા લાગે છે.

Image Source

ન કરો વધારે શેમ્પૂનો ઉપયોગ –

એવા વિચારોમાંથી બહાર નીકળો કે વધારે પ્રમાણમાં શેમ્પૂ અથવા કન્ડિશનરનો ઉપયોગ કરવાથી તમારા વાળ વધુ સુંદર બનશે. તમારા વાળની ​​લંબાઈને અનુરૂપ શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો. શેમ્પૂ માથાની ચામડી પર અને કંડીશનર વાળની સપાટી પર લગાવો. તમારા વાળના નીચલા ભાગને વધુ ભેજની જરૂર હોય છે જેથી તે શુષ્ક અને ફાટી ન જાય.

વાળ ધોવો પ્રેમથી –

વાળને વધુ જોરથી ઘસવાથી તેના ઉપરના સ્તરને નુકસાન થાય છે, જેનાથી વાળ તૂટી જાય છે. જો તમને સ્વસ્થ અને સુંદર વાળ જોઈએ છે, તો પછી તેમને પ્રેમથી ધોવો. મૂળથી વાળ ધોવાનું શરૂ કરો. વાળને ઉપરથી નીચે સુધી ધોઈ લો અને વચ્ચે વાળ પર દબાણ પણ નાખતા રહો. આંગળીઓથી માથાની ચામડીને ઘસવી જેથી વાળ સારી રીતે સાફ થાય. વાળ ધોતી વખતે, હાથ ગોળ-ગોળ ન ફેરવો, આમ કરવાથી વાળ વધુ ગુંચવાઈ જાય છે.

Image Source

હથેળીઓ પર લઈને લગાવો શેમ્પૂ –

શેમ્પૂ કરતી વખતે વાળ પર ડાયરેક્ટ શેમ્પૂ લગાવવાને બદલે હથેળી પર શેમ્પૂ લઈને વાળમાં સરખી રીતે લગાવો, કારણ કે જો સીધા જ વાળમાં શેમ્પૂ લગાવો ચો અને એ એક જ જગ્યાએ લાગે છે તો એ જગ્યાના વાળને નુકશાન થાય છે અને વાળ સૂકા થઇ જાય છે.

વાળને ભીના કરીને જ લગાવો શેમ્પૂ –

ઘણા લોકો વાળને ભીના કર્યા વગર જ કે જેવા-તેવા ભીના કરીને શેમ્પૂ લગાવે છે, જો તમે પણ આમ કરો છો તો એમ કરવાથી બચો. વાળ પર શેમ્પૂ લગાવતા પહેલા વાળને સારી રીતે ભીના કરી લો અને પછી શેમ્પૂ લગાવો. આવું ન કરવાથી શેમ્પૂની સંપૂર્ણ અસર નથી થતી.

Image Source

યોગ્ય શેમ્પૂની પસંદગી –

વાળ ધોવા માટે યોગ્ય શેમ્પૂની પસંદગી કરવી જોઈએ, કેમ કે આમ ન કરવાથી વાળ શુષ્ક બની જાય છે. એટલા માટે જરૂરી છે તમારા વાળના પ્રકાર પ્રમાણે શેમ્પૂની પસંદગી કરો. આ સિવાય વાળ ધોતા પહેલા વાળમાં મસાજ જરૂર કરો.

વધુ શેમ્પૂનો ઉપયોગ –

વાળ ધોવામાં માટે એક જ વખતમાં વધુ પ્રમાણમાં શેમ્પૂ વાપરવાથી વાળ શુષ્ક બની જાય છે. એટલે શેમ્પૂનું પ્રમાણ યોગ્ય લો, જો તમને લાગે કે વાળ સરખી રીતે નથી ધોવાયા તો જ વધુ શેમ્પૂ વાપરો.

Image Source

લંબાઈના બદલે મૂળની સફાઈ –

જો તમે વાળના મૂળથી લઈને છેડા સુધી શેમ્પૂ લગાવો છો તો એમ ન કરીને શેમ્પૂનો પ્રયોગ માત્ર મૂળિયામાં કરો અને પછી જે ફીણ બને એનાથી વાળના છેડા સુધી સફાઈ કરો. આમ કરવાથી વાળ રફ નહિ થાય. વાળ ધોતા સમયે શેમ્પૂ લગાવીને આંગળાથી વાળના મૂળમાં મસાજ કરવાથી અને પછી વાળ ધોવાથી વાળ સારા રહેશે. વાળને ક્યારેય પણ વાળીને ન ધોવા, આવું કરવાથી વાળ તૂટી શકે છે. હંમેશા વાળને સીધા કરીને ધોવાથી વાળ સારી રીતે સાફ થશે.

કંડીશનરનો પ્રયોગ –

શેમ્પૂ કર્યા બાદ વાળમાં કંડીશનર લગાવવાથી વાળ શુષ્ક નહિ થાય અને વાળમાં ભેજ બની રહેશે. સાથે જ વાળના તૂટવાની અને ઘૂંચવાની સમસ્યા પણ ઓછી થશે. ઘણી છોકરીઓ પોતાના વાળમાં ચમક લાવવા માટે વાળમાં બે વાર શેમ્પૂ કરે કરે છે, જેનાથી વાળને ઘણું નુકશાન થાય છે. વાળમાં બે વાર શેમ્પૂ ત્યારે જ લગાવો જયારે તમારા વાળમાં તેલ લગાવ્યું હોય.

Image Source

રોજ ન કરો શેમ્પૂ –

સ્ટાઈલિશના કહેવા પ્રમાણે, જ્યારે માથાની ચામડીમાંથી થોડુંક કુદરતી તેલ નીકળતું હોય ત્યારે તે આપણા વાળ સૌથી સુંદર લાગે છે. આ જ કારણ છે કે દર બીજા દિવસે અથવા ત્રીજા દિવસે એકવાર શેમ્પૂ કરવાની સલાહ આપવામાં આવે છે. રોજ રોજ શેમ્પૂ ન કરવું જોઈએ.

Image Source

આ ઉપરાંત પણ કેટલી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ –

– ભીનાવાળને ટુવાલથી વધુ વાર ઘસવા ન જોઈએ, આવું કરવાથી વધુ વાળ તૂટે છે. વાળને હવામાં કે તડકામાં સૂકા કરવા જોઈએ.

– વાળના મૂળમાં રોજ મસાજ ન કરવાથી વાળના મૂળ નબળા થવા લાગે છે, એટલે રોજ હળવા હાથે ઓલિવ ઓઇલથી મસાજ કરવું જોઈએ.

Image Source

– યોગ્ય સમયે વાળ ટ્રિમ કરાવવું જોઈએ, એમ ન કરવાથી વાળ પાતળા થઇ જાય છે અને ફાટી જાય છે.

– જયારે વાળ ભીના હોય ત્યારે વાળ ન બાંધવા, નહિ તો વાળ તૂટવા લાગે છે.

– સંતુલિત આહાર લેવો, એમ ન કરવાથી પણ વાળને પોષણ નથી મળતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.