કેટલીક એવી ટિપ્સ જે રસોઈમાં કામ આવશે, બનશે તમારું કામ સરળ, જાણો કઈ છે આ ટિપ્સ

0

રોજ સ્ત્રીઓને રસોડામાં કામ કરવું પડે છે, ભોજન તૈયાર કરવું પડે છે. ત્યારે ખાસ કરીને એ સ્ત્રીઓ કે જે નોકરી પણ કરે છે, તેમની પાસે વધુ સમય નથી હોતો કે રસોઈ પર વધુ ધ્યાન આપી શકે. એટલે તેઓ ભોજન તૈયાર કરવા માટે હંમેશા ટિપ્સ શોધતી જ રહે છે, જેનાથી તેમને રસોઈમાં મદદ મળી રહે અને ભોજન જલ્દી તૈયાર થઇ શકે. તો આજે એવી જ કેટલીક ટિપ્સ અહીં આપણે જોઈશું કે જેના દ્વારા સ્ત્રીઓને રસોડામાં મદદ મળી રહે.

Image Source

 • નોકરી કરતી સ્ત્રીઓ માટે રોજ સવારે ઉઠીને શાક સમારવું અને પછી બનાવવું ખૂબ જ અઘરું થઇ પડે છે, ઓછો સમય હોય અને બધી જ તૈયારીઓ કરવાની હોય ત્યારે રજાના દિવસે જે અમુક શાક જેમ કે ગુવાર, ટીંડોરા, ચોળી કે ફણસીને ધોઈને તેને સમારીને જો એરટાઈટ ડબ્બામાં મૂકી દો. આ સમારેલા શાક ચાર-પાંચ દિવસ સુધી સારું રહે છે.
 • ઘણીવખત સીંગદાણા લાંબા સમય સુધી રાખી મુકવામાં આવે તો તે ખોરા થઈ જતા હોય છે. તેને ખોરા થતા અટકાવવા માટે સીંગદાણા બરણીમાં ભરતા પહેલા તેને પાંચ મિનિટ માટે શેકી લો. પછી ઠંડા કરીને બરણીમાં ભરો. જલ્દી ખોરા નહિ થાય.
Image Source
 • ભીંડાનું શાક ચીકણું થતું અટકાવવા માટે તેમાં લીંબુનો રસ નાખવો અથવા એક ચમચી દહીં નાખી દેવું. ભીંડાનું શાક ચીકણું નહિ થાય. આ સિવાય પણ જો તમારા ભીંડાના શાકમાં ભૂલથી વધારે મીઠું પડી જાય, તો તેમાં દહીં નાખી દો. શાક વધુ ખારું નહિ પણ ટેસ્ટી લાગશે.
 • જો ભીંડાનું શાક કરકરું બનાવવું હોય તો ભીંડાને કાપીને 2 કલાક માટે હવામાં રાખી મુકો અને પછી તેને પહેલા તળી લો, અને પછી જે રીતે શાક બનાવતા હોય એ રીતે જ વઘાર કરીને બનાવી લો.
 • કોઈપણ ચટણી બનાવીને લાંબા સમય સુધી રાખવી હોય તો તેમાં એક ચમચી તેલ ઉમેરી દો, લાંબા સમય સુધી ચટણી વાસી નહિ થાય.
 • રોટલી કે ભાખરીને સોફ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા માટે લોટની અંદર 1 ચમચો હૂંફાળું દૂધ ઉમેરી દો. રોટલી કે ભાખરી સોફ્ટ બનશે.
Image Source
 • રોટલી કે થેપલા બનાવ્યા પછી જો બાંધેલો લોટ વધ્યો હોય તો તેના પર તેલ લગાવીને એરટાઈટ ડબ્બામાં મૂકીને ફ્રીઝમાં મૂકી દો. આ લોટ ફરીથી વાપરી શકાશે.
 • થેપલાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેની અંદર વાટેલો અજમો નાખો, થેપલાનો સ્વાદ સારો થઇ જશે. આ સિવાય થેપલાંનો લોટ દહીં કે છાશથી બાંધો. થેપલાંનો સ્વાદ વધી જશે.
 • ઢોકળાનો લોટ પલાળીને મુકો ત્યારે તેમાં મોણ માટે થોડું તેલ નાખવું અને તેને છાશમાં પલળવાથી જલ્દી આથો આવશે અને ઢોકળા વધુ સોફ્ટ બનશે.
 • ભટુરેને એકદમ ક્રિસ્પી બનાવવા માટે તેના લોટની અંદર 1 ચમચો રવો ઉમેરી દો. બજાર જેવા જ ક્રિસ્પી બનશે.
 • ઈડલી અને ઢોસાને વધારે સોફ્ટ બનાવવા માટે, તેના ખીરાની અંદર એક મુઠ્ઠી પૌવા નાખી દો તો તે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે.
Image Source
 • કટલેસ અને ટિક્કીને વધારે ક્રિસ્પી બનાવવા માટે તેને તળતા પહેલા થોડી વાર માટે ફ્રિઝમાં મૂકી દેવી જોઈએ.
 • લીંબુમાંથી સારી રીતે રસ કાઢવા માટે લીંબુને કાપ્યા પહેલા સારી રીતે મસળી લો. આમ કર્યા બાદ તેનો બધો જ રસ નીકળી જશે.
 • જો તમે ફ્રુટ સલાડ બનાવ્યો હોય અને તે વધ્યો હોય તો તેને આઈસ્ક્રીમના મોલ્ડમાં કાઢીને ફ્રીઝરમાં મૂકી દો. પછી જામી જાય ત્યારે તેને કૂલ્ફીની જેમ ખાઓ.
 • સમયના અભાવે કે બીજા કામમાં વ્યસ્ત હોવાના કારણે દાળ-કાઢી ઉભરાઈને ઢોળાઈ જતી હોય છે. આમ ન થાય એ માટે તેની અંદર ચમચો મૂકી રાખો.
 • શાકમાં રહેલા પોષક તત્વોને જાળવી રાખવા માટે શાકને ઢાંકીને પકાવવું જોઈએ, અને બની જાય પછી પણ ઢાંકીને જ રાખવું જોઈએ.
Image Source
 • ફ્રેન્ચ ફ્રાઈસ બજાર જેવી જ ક્રિસ્પી બનાવવા માટે બટાકાને કાપ્યા બાદ બે કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવા જોઈએ અને પછી તળવા જોઈએ, ફ્રાઈસ ક્રિસ્પી બનશે.
 • કોલ્ડ કોફી બનાવતી વખતે તેમાં બરફ નાખવાથી કોફી પાણી જેવી લાગવા લાગે છે. તો આવું ન થાય એ માટે કોફી બનાવીને આઈસ ટ્રેમાં મૂકી દેવી જોઈએ, અને પછી જયારે કોલ્ડ કોફી બનાવવી હોય ત્યારે તેમાં આ ટ્રેમાંથી બરફ થયેલી કોફી નાખી દેવાની, એટલે કોફીનો સ્વાદ નહિ બદલાય.
 • ભજિયાને સોફ્ટ બનાવવા માટે તેના ખીરામાં એક ચમચી ગરમ તેલ ઉમેરવું જોઈએ, આમ કરવાથી ભજીયા સોફ્ટ બનશે.
 • મેથીના ગોટા બનાવવા માટે ચણાના કરકરા લોટનો પ્રયોગ કરવો. જેનાથી ગોટા પણ કરકરા બનશે.
Image Source
 • ફીણવાળી કોફી બનાવવા માટે તાજું દૂધ અને એક ચમચી મલાઈ અને કોકો પાવડર પણ નાખો, તો બહાર જેવી જ કોફી બનશે.
 • કોઈ પણ ગ્રેવીવાળા શાક માટે ગ્રેવીનો સારો કલર મેળવવા માટે શાકમાં કસૂરી મેથી ક્રશ કરીને નાખવી. શાકનો કલર સારો આવશે.
 • કોઈ શાક માટે બનાવેલી ગ્રેવી વધે તો તેને બરફની ટ્રેમાં કાઢીને ફ્રિજમાં મુકવી જોઈએ. જયારે પણ કોઈ બીજા શાક બનાવવા માટે ગ્રેવીની જરૂર પડે તો આ વાપરી શકાય છે.
Image Source
 • કોઈ પણ શાકમાં ગ્રેવી વધારવા માટે પાણી નાખવાની જરૂર પડે તો પાણી ગરમ કરીને નાખો, તેનાથી ગ્રેવીનો સ્વાદ જળવાઈ રહે છે.
 • ચીઝને ફ્રીજમાંથી કાઢીને તરત જ છીણી લેવું જોઈએ, કારણે કે એ પછી છીણવામાં તકલીફ થાય છે.
 • ભરેલા શાકબાજી બનાવવા માટે તેની અંદરનો જે મસાલો હોય તેને એક સાથે વધારે બનાવીને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં મૂકી રાખવાથી આ ફરીથી પણ વાપરી શકાય છે. અને એ વખતે મસાલો બનાવવાનો સમય બચે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here