સંસ્કારી ભારતીય નારી તરીકે ઓળખાતી TV અભિનેત્રીએ ફેન્સને કર્યા મદહોશ- ઉફ્ફ્ફફ્ફ્ફ
બૉલીવુડ અને ટીવી સિતારાઓ માટે માલદીવ હવે જાણે બીજું ઘર થઇ ગયું હોય તેમ લાગે છે, કોરોના વાયરસ અને લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ ઘણા કલાકારો માલદીવમાં રજાઓ મનાવવા માટે પહોંચ્યા હતા, ત્યારે હાલમાં પણ ઘણા કલાકારો માલદીવમાં એન્જોય કરી રહ્યા છે. (image Credit/Instagram-tina datta)
ત્યારે ટીવી સીરિયલમાં સંસ્કારી ભારતીય નારી તરીકે ઓળખાતી અભિનેત્રી ટીના દત્તા પણ આ સમયે માલદીવની અંદર રજાઓ માણી રહી છે. ટીનાએ માલદિવમાંથી ઘણી જ હોટ તસવીરો પણ શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. ટીનાની ગેલ્મરસ તસવીરો જોઈને ચાહકોએ તેના ફિટનેસનું રહસ્ય પણ જાણ્યું અને સાથે સાથે તેની પાસે ટિપ્સ પણ માંગી.
ટીના દત્તાએ લોકપ્રિય ધારાવાહિક “ઉત્તરન”માં ઈચ્છાની ભૂમિકા નિભાવી હતી. ટીના હાલમાં માલદીવમાં છે અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર તસવીરો પણ શેર કરી છે. ટીના બ્લેક રંગના સ્વીમ શૂટમાં પોતાની સુંદરતા વેરતી નજર આવી રહી છે. તેને આ આઉટફિટમાં એકથી એક સ્ટાઈલિશ અને શાનદાર પોઝ આપતા તસ્વીર ક્લિક કરાવી છે.
ટીનાના ચાહકો પણ તેના આ સુંદર લુકને જોઈને ઘાયલ થઇ રહ્યા છે, સાથે સાથે તસવીરો ઉપર પોતાનો પ્રેમ પણ વરસાવી રહ્યા છે. ટીનાનું સોશિયલ મીડિયા પણ તેની ગ્લેમરસ અને હોટ તસવીરોથી ભરાયેલું પડ્યું છે. માલદીવની તસ્વીરોમાં પણ તેનો હોટ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.
ટીનાને ટીવીના રિયાલિટી શો “બીગ બોસ”માં પણ બોલાવવામાં આવી હતી, પરંતુ ટીના તેનો ભાગ નહોતી બની. ટીનાને ઉત્તરન ધારાવાહિકમાં ઈચ્છાના પાત્ર દ્વારા ખુબ જ મોટી નામના મળી અને તે ઘર ઘરમાં છવાઈ ગઈ હતી.